ગુજરાત સરકારે ફિક્સ પગાર પર ફરજ બજાવતા ક્લાસ 3 અને ક્લાસ 4ના કર્મચારીઓ માટે ચાર્જ એલાઉન્સ જાહેર કર્યો છે. ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિયેશનની રજૂઆત બાદ લેવાયેલા આ નિર્ણયથી 20 ઓક્ટોબર, 2021 પછી નિમણૂક પામેલા અને હાલ ફિક્સ પગાર પર કાર્યરત કર્મચારીઓને પણ એલાઉન્સ ચૂકવવામાં આવશે. charge allowance for class 3-4 employees gujarat govt
નિયમ મુજબ, સમાન કેડરના વધારાના ચાર્જ માટે કર્મચારીઓને 5 ટકા ચાર્જ એલાઉન્સ મળશે. ઉદાહરણ તરીકે, ₹30,000ના ફિક્સ પગાર પર ₹1,500 એલાઉન્સ મળવાપાત્ર રહેશે. જ્યારે સિનિયર લેવલના ચાર્જ માટે 10 ટકા એલાઉન્સ આપવામાં આવશે, એટલે કે સમાન પગાર પર ₹3,000 સુધીનો લાભ મળશે.
આ નિર્ણયથી ફિક્સ પગારવાળા કર્મચારીઓમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે અને વધારાની જવાબદારી બદલ યોગ્ય વળતર મળશે તેવી આશા જાગી છે.













