GPSCની પરીક્ષાઓ માટે સંમતિપત્રક ફરજિયાત, કોલ લેટર માટે નવી પ્રક્રિયા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા રાજ્ય વેરા અધિકારી (ક્લાસ-1)ની પરીક્ષા તથા 2024-25 દરમિયાન યોજાનાર વર્ગ-1 અને વર્ગ-2ની તમામ પરીક્ષાઓ માટે નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો માટે સંમતિપત્રક ભરવું ફરજિયાત કરાયું છે, અને તે ન ભરે તેવા ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ કરવું શક્ય રહેશે નહીં. Consent form mandatory for GPSC exam
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા 2024-25 દરમિયાન યોજાનારી વિવિધ ક્લાસ-1 અને ક્લાસ-2ની જગ્યાઓ માટેની મોટી ભરતી પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર અંતર્ગત ઉમેદવારોને તેમની ઓનલાઈન અરજી સાથે ફરજિયાત રૂપે સંમતિપત્રક ભરવું પડશે.
સ્ટેટ ટેક્સ ઓફિસરની 300 જગ્યાઓ માટે જાહેરાત
રાજ્ય વેરા અધિકારી (ક્લાસ-1)ની 300 જગ્યાઓ માટે ડિસેમ્બર મહિનામાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં આ નવો નિયમ અમલમાં લાવવામાં આવ્યો છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે જે ઉમેદવારો સંમતિપત્રક ભરશે નહીં, તેઓ પરીક્ષાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે નહીં.
ઠંડી ભુક્કા કાઢી નાંખશે! ઠંડી હવે પડા બોલાવશે, પારો સતત નીચે જઈ રહ્યો છે, જાણો અંબાલાલની આગાહી
સમય અને નાણાં બચાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય
GPSCના આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ રાજ્ય સરકારના સમય અને નાણાંની બચત કરવાનો છે. પુર્વે થયેલી ભરતી પ્રક્રિયામાં મોટો ભાગ ઉમેદવારો ફોર્મ તો ભરી લેતા, પરંતુ તેઓ પરીક્ષા આપવા માટે હાજર ન રહેતા. આથી, સત્તાવાળાઓએ ઓનલાઇન સંમતિપત્રક ફરજિયાત કરવાની જાહેરાત કરી છે.
તલાટી ભરતીમાં પણ મળી હતી સફળતા
આ પહેલ અગાઉ તલાટી કમ મંત્રીની 3500 જગ્યાઓ માટે પણ કરવામાં આવી હતી. આશરે 17 લાખ ઉમેદવારોમાંથી 8 લાખ જેટલા ઉમેદવારોના સંમતિપત્ર મળ્યા હતા, જેના કારણે પરીક્ષાના સેન્ટરો અને અન્ય વ્યવસ્થાઓમાં ખર્ચ ઘટાડવા શક્ય બન્યું હતું.