CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મોટો નિર્ણય; હવે આ 4 જિલ્લાના ખેડૂતોને 2 કલાક વધુ વીજળીની સુવિધા મળશે

CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મોટો નિર્ણય; હવે આ 4 જિલ્લાના ખેડૂતોને 2 કલાક વધુ વીજળીની સુવિધા મળશે ખેડૂતો માટે વધારાની વીજળીની સુવિધાઃ રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લાઓને 10 કલાક પાવર ફાળવવામાં આવ્યો છે. અગાઉ 8 કલાક વીજળી મળતી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના અનેક ગામડાઓમાં ખેડૂતોને પુરતો વીજ પુરવઠો મળતો ન હોવાની ફરિયાદો મળી રહી છે. ત્યારે ખેડૂતોની માંગના આધારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજળીની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો-

ખેડૂતોએ માંગ કરી હતી

તમને જણાવી દઈએ કે, અગાઉ ગુજરાતના ખેડૂતો દ્વારા વીજળીના કલાકો વધારવાની માંગ કરવામાં આવી હતી. આ માંગને ધ્યાનમાં રાખીને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં હાલમાં મગફળીનું વાવેતર થઈ રહ્યું છે. વધુ વીજ પુરવઠો આપવાની માંગણી કરવામાં આવી હતી. સરકારના આ નિર્ણયથી રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લામાં 10 કલાક વીજ પુરવઠો શરૂ થયો છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ઉપાયથી ખાલી ખિસ્સા નોટોથી ભરાઈ જશે. ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ