PM-KISAN 18મા હપ્તાની તારીખ 2024: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના 18મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે હવે સારા સમાચાર આવી ગયા છે. કિસાન સમ્માન નિધિનો 18મોં હપ્તો 5 ઑક્ટોબર 2024ના રોજ રિલીઝ થશે. આ માહિતી પીએમ કિસાનની વેબસાઈટ પર આપવામાં આવી છે.
PM-KISAN 18મા હપ્તાની તારીખ 2024
અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂન 2024માં 17મો હપ્તો જાહેર કર્યો હતો. વડા પ્રધાન મોદીએ 18 જૂન, 2024ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં 9.26 કરોડથી વધુ ખેડૂતોને 17મા હપ્તા તરીકે રૂ. 21,000 કરોડથી વધુની રકમ આપી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. હવે 5 ઓક્ટોબર ના રોજ 18મોં હપ્તો બહાર પાડવામાં આવશે.
PM-KISAN યોજનાના લાભો
પીએમ કિસાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2024 એ ભારત સરકારની એક યોજના છે જેના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત, દરેક વખતે રૂ. 2,000 એમ કુલ રૂ. 6,000ની આર્થિક મદદ આપવામાં આવે છે. આ પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
આ યોજના કેમ શરૂ કરવામાં આવી?
આ યોજનાનો મુખ્ય હેતુ નાના ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. ખેતી કામમાં ઘણીવાર ખર્ચ વધી જાય છે અને નાના ખેડૂતો માટે આ ખર્ચ ઉઠાવવું મુશ્કેલ બની જાય છે. આ યોજના દ્વારા ખેડૂતોને થોડી આર્થિક મદદ મળે છે જેથી તેઓ ખેતીના સાધનો ખરીદી શકે, બીજ ખરીદી શકે અને ખેતીને લગતા અન્ય ખર્ચો ઉઠાવી શકે.
આ યોજનાની શરૂઆત ક્યારે થઈ?
- આ યોજનાની શરૂઆત વર્ષ 2019માં કરવામાં આવી હતી.
લાભાર્થી કઈ રીતે ચેક કરી શકશે સ્ટેટસ
- સૌથી પહેલા, તમારા કોમ્પ્યુટર અથવા મોબાઇલમાં ઇન્ટરનેટ ખોલો અને PM કિસાનની સત્તાવાર વેબસાઇટ www.pmkisan.gov.in પર જાઓ.
- વેબસાઇટ પર ‘Know Your Status’ (તમારી સ્થિતિ જાણો) વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.
- તમને એક ફોર્મ દેખાશે. આ ફોર્મમાં તમારો નોંધણી નંબર અને કેપ્ચા કોડ સાચા સાચા ભરો.
- ‘ડેટા મેળવો’ બટન પર ક્લિક કરો.
- થોડીવારમાં તમને તમારી સ્થિતિ વિશેની માહિતી મળી જશે.
- લાભાર્થીની યાદીમાં નામ તપાસો: વેબસાઇટ પર ‘લાભાર્થી યાદી‘ વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો.
- તમને તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો, ગામ વગેરે પસંદ કરવા માટેના વિકલ્પો મળશે. તમારી વિગતો પસંદ કરો.
- ‘Get report’ બટન પર ક્લિક કરો. તમારા વિસ્તારના તમામ લાભાર્થીઓની યાદી દેખાશે. તમે તમારું નામ શોધી શકો છો.
જો તમને કોઈ મુશ્કેલી આવે તો તમે હેલ્પલાઇન નંબર 155261 અથવા 011-24300606 પર સંપર્ક કરી શકો છો.