Gujarati news Today: છેલ્લા એક મહિનાથી સતત અકસ્માતની ઘટનાઓ ગુજરાતમાં સામે આવી રહી છે ત્યારે ફરી એક વાર આજે ભયંકર અકસ્માતની ઘટના બની હતી જેમાં છ લોકોના મોત નીપજ્યા હતા . મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ અને પાંચકડાગામ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના લોકો ભરૂચના શુક્લતીર્થના મેળામાં ઈકો કારમાં મેળામાંથી પરત ફરી રહેલા હતા તે દરમિયાન રોડ પર ઉભેલી એક ટ્રક સાથે જોરદાર ટક્કર મારતા પાછળના ભાગમાં ઇકો કાર ઘુસી ગઈ હતી આકસ્માત એટલો ભયાનક હતો કે અંદર બેસેલા તમામ લોકોને મોતને ભેટ્યા હતા. અંદર બેસેલા લોકોની ચીસો સાંભળીને તાત્કાલિક લોકો મદદ માટે પહોંચી આવ્યા હતા 108 ની ટીમ સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો
વધુમાં બનાવવાની વિગતવાર માહિતી જણાવી દઈએ તો ભરૂચ હાઇવે પર અકસ્માતની ઘટના બની છે જેમાં છ લોકોના કરુણ મોત નીપજ્યા હતા હાઈવે પર ઊભેલી ટ્રક પાછળ ઈકો કાર ઘુસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે ભરૂચ હાઇવે લોહિયાણ બન્યો હતો આ અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને જંબુસરની હોસ્પિટલમાં તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસ અને એમ્બ્યુલન્સ નો કાફલો પણ ઘટના સ્થળે દોડી ઘાયલ લોકોને સારવાર રીતે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો
મોડી રાત્રે બન્યો હોવાનો સમાચાર સામે આવી રહ્યા છે વધુમાં જણાવી દઈએ તો અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં લોકોની ભીડ હાઇવે પર એકઠી થઈ ગઈ હતી અકસ્માતમાં વાહનોની હાલત જોઈને રોડ પર ઉભેલા લોકોના પણ રુવાટા ઉભા થઈ જાય તેવી સ્થિતિ જોવા મળી હતી આ અકસ્માત મગણાદ ગામ પાસે આવેલી ક્રિષ્ના હોટલ પાસે સર્જાયો હોવાનું પણ સામે આવી રહ્યું છે આ ભયંકર અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોના કરુણ મોત થયાના અહેવાલ મળી રહ્યા છે સાથે જ પાંચ લોકો ઘટના સ્થળે જ મોતની ભજીયા હતા