Geeta Rabari :ગુજરાતની જાણીતી કલાકાર અને કચ્છની કોયલ તરીકે ઓળખાતી ગાયિકા હાલ દુઃખદ ઘટનાનો સામનો કરી રહી છે કારણ કે તેમના પિતરાઈ ભાઈ મહેશ રબારીનું આકસ્મિત નિધન થયું છે જેના કારણે રબારી સમાજમાં શોકનો માહોલ છવાઈ ગયો છે વધુમાં જણાવી દઈએ તો 39 વર્ષીય ભાઈને ગુમાવતા ગીતા રબારીએ તમામ કાર્યક્રમને રદ કર્યા હતા અને ઘરે પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે ચલો તમને આ અંગે મહત્વની માહિતી જણાવીએ
મળતી માહિતી અનુસાર ગુજરાતની જાણીતી ગાયિકા ગીતા રબારી ના પિતરાઈ ભાઈ મહેશ રબારી હવે આ દુનિયામાં રહ્યા નથી તેમની ઉંમર 39 વર્ષ હતી તેમનું આકસ્મિત નિધન થયું છે ગીતાબેન રબારી ના ભાઈ ના નિધન અંગે ઘણા બધા જાણીતા કલાકારોએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી મહેશ રબારીનું 24 નવેમ્બરના રોજ નિધન થયું હતું પિતરાઈ ભાઈના નિધનની જાણ થતા જ ગીતા રબારીએ તમામ કાર્યક્રમોને પડતા મૂકીને ઘરે દોડી ગયા હતા ગીતા રબારી ધોરાજીના ઉપલેટામાં કાર્યક્રમ કરી રહી હતી તે દરમિયાન તેમને તેમના પિતરાઈ ભાઈના નિધનની જાણ થતા તાત્કાલિક તેમના વતન અંજારમાં પહોંચી ગયા હતા
ગુજરાતના તમામ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ
પ્રાથમિક વિગતો અનુસાર મહેશ રબારીનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હોવાનું સામે આવ્યું છે મહેશ રબારી અંજારના ટપરના ગામના વતની હતા મહેશ રબારી નું બેસણું 27 નવેમ્બરે રાખવામાં આવ્યું છે જેથી કિર્તીદાન ગઢવી રાજભા ગઢવી સહિતના જાણીતા કલાકારોએ મહેશ રબારીને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું