હેલ્મેટ અંગે સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓ-વિદ્યાર્થીઓએ હવે ફરજિયાત પહેરવું પડશે

Helmet Rule in Gujarat: હેલ્મેટને લઈને ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરવું હવે ફરજિયાત કરવામાં આવ્યું છે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તેમજ ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે  એટલું જ નહીં વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે નહીંતર દંડ પર ભરવો પડશે રાજ્યની તમામ યુનિવર્સિટીના કર્મચારી તેમજ વિદ્યાર્થીઓ માટે હાલમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય રાજ્યની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટી માટે પત્ર લખીને સૂચનાઓ આપવામાં આવી છે જે સૂચનાઓને આધારે હવે તમામ વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે

રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને અંદાજે 16.4 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ તમામ વિદ્યાર્થીઓની અવરજવર માટે મોટર સાયકલનો ઉપયોગ થતો હોય છે ત્યારે અકસ્માતની ઘટનાના બને ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હાલમાં મીડિયા અહેવાલો મુજબ અને ખાસ કરીને રાજ્યના પોલીસવાળા દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે કે રાજ્યમાં વર્ષ 2023 દરમિયાન કુલ 7,854 જેટલા અકસ્માતના કારણે મૃત્યુ થયા છે જેથી કરીને હાલમાં જે લેવામાં આવેલો નિર્ણય વિદ્યાર્થીઓના હિત માટે છે જેથી કરીને તેમને હવે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે

હાલમાં જે પત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં લખવામાં આવ્યું છે અને સૂચનાઓ પણ આપવામાં આવી છે કે મોટર વાહન અધિનિયમ 1988 ની કલમ 129 મુજબ  ટુ-વ્હીલર ચાલક તેમજ પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે રાજ્યની યુનિવર્સિટી ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તમામ અધિકારીઓને કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ હેલ્મેટ હવે ફરજિયાત પહેરવાનું રહેશે

Join WhatsApp

Join Now

Leave a Comment