Gujarat Weather: ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે તાપમાનમાં દિવસે પણ ઘટાડો નોંધાય રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે સૌરાષ્ટ્રના ઘણા શહેરોમાં વહેલી સવારે ભારે ઠંડી લોકોએ અનુભવી હતી. ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની પણ શરૂઆત થઈ ચૂકી છે જેના કારણે તેમની અસર ગુજરાતના શહેરોમાં જોવા મળશે ગુજરાતના લગભગ શહેરોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે હવે હવામાન વિભાગ દ્વારા પણ નવી આગાહી સામે આવે છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ઠંડીનું હવામાન કેવું રહેશે તે અંગે મહત્વની વિગતો સામે આવી હતી
ઠંડી અંગે હવામાન વિભાગની મહત્વની આગાહી
હવામાન વિભાગ દ્વારા ઠંડી અંગે મહત્વની આગાહી કરી હતી તેમને જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં ઠંડીનું જોર વધશે સૌરાષ્ટ્ર ગુજરાતના મુખ્ય શહેરોમાં ઠંડીનો ચમકારો વધુ વધશે સાથે જ રાજ્યમાં સાત દિવસ ગુજરાતનું વાતાવરણ શુકુ રહેવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે
વધુમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 24 કલાકમાં નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે નલિયામાં ઠંડીનો ચમકારો વધુ જોવા મળ્યું હતું. સોમવારની વાત કરીએ તો 13.4 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયો હતો સાથે જ કંડલામાં પણ 14.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જેથી રાજ્યના મોટાભાગના શહેરો ઠંડીના વધારાનું અનુભવ કરી રહ્યો છે
બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા બે દિવસ અગાઉ માવઠાની પણ આગાહી કરવામાં આવી હતી પરંતુ તે કેટલી સત્ય નીવડે છે તે જોવાનું રહ્યું. હાલ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે