મુખ્યમંત્રી કરી જાહેરાત : ગામડાના લોકોને ઘર બનાવવા મળશે મફત પ્લોટ: જાણો કોને મળશે લાભ

mafat plot yojana gujarat 2026

અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય પરિવારો માટે મહત્વની જાહેરાત કરી છે. પાત્રતા ધરાવતા જરૂરિયાતમંદ ગ્રામીણ પરિવારોને ઘર બનાવવા માટે સરકાર વિનામૂલ્યે પ્લોટ આપશે. mafat plot yojana gujarat 2026

કોને મળશે મફત પ્લોટ યોજના 2026?

સરકારની જાહેરાત મુજબ, પાત્રતા ધરાવતા ગ્રામીણ પરિવારો, જેમની પાસે પોતાનું ઘર બનાવવા માટે જમીન નથી, તેમને આવાસ બનાવવા માટે વિનામૂલ્યે પ્લોટ ફાળવવામાં આવશે.

આ માટે ગ્રામ પંચાયતો પાસે ઉપલબ્ધ ગામતળની જમીન, સરકારી પડતર જમીન અથવા ખરાબા-ગૌચરની જમીનનો ઉપયોગ કરવામાં આવશે.

જો કોઈ ગામમાં આવી સરકારી જમીન પૂરતી ઉપલબ્ધ નહીં હોય, તો સરકાર ખાનગી જમીન ખરીદીને પણ પાત્ર પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવશે.

ઘર બનાવવા માટે મળશે મોટી મદદ

મુખ્યમંત્રીની આ જાહેરાતથી એવા જરૂરિયાતમંદ ગ્રામ્ય પરિવારોને ફાયદો થઈ શકે છે, જેઓ આર્થિક રીતે નબળા હોવાને કારણે પોતાનું ઘર બનાવવા માંગતા હોવા છતાં જમીનના અભાવે મુશ્કેલી અનુભવે છે.

આ નિર્ણયનો હેતુ પાત્ર પરિવારોને પોતાનું પાકું ઘર બનાવવા માટે જમીન ઉપલબ્ધ કરાવવાનો છે અને વડાપ્રધાનના સૌને આવાસ આપવાના સંકલ્પને વધુ વેગ આપવાનો છે.

સરકારની અન્ય મોટી જાહેરાતો

સ્વાતંત્ર્ય પર્વના સંબોધનમાં મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસને લગતી અન્ય મહત્વની જાહેરાતો પણ કરી હતી.

ગુજરાતના બંદરો દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં આશરે 40 ટકા ફાળો આપી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાતની દરિયાઈ શક્તિને વધુ મજબૂત કરીને વેપાર, નિકાસ અને આર્થિક વિકાસને નવી ગતિ આપવાનો સરકારનો સંકલ્પ હોવાનું તેમણે કહ્યું.

મફત પ્લોટ યોજના ફોર્મ ભરવા માટે

214 રસ્તાઓના સુધારણા માટે ₹3,428 કરોડ

મુખ્યમંત્રીએ રાજ્યના રોડ નેટવર્ક અંગે પણ મોટી જાહેરાત કરી હતી. રાજ્યમાં 214 રસ્તાઓના કુલ 2,010 કિલોમીટર માર્ગોના નવીનીકરણ અને સુધારણા માટે ₹3,428 કરોડ ફાળવવામાં આવશે.

ભારે ટ્રાફિક ધરાવતા સ્ટેટ હાઈવે અને જિલ્લા મુખ્ય માર્ગો માટે પરફોર્મન્સ આધારિત કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરવામાં આવશે.

હાલમાં રસ્તા બનાવનારા કોન્ટ્રાક્ટરોની મેઈન્ટેનન્સ લાયાબિલિટી 4 વર્ષની છે. આવા પસંદગીના માર્ગો માટે આ સમયગાળો વધારીને 8થી 10 વર્ષ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સુરક્ષિત, સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત રોડ નેટવર્ક સરકારની પ્રાથમિકતા છે.

નોંધ: મફત પ્લોટ માટેની ચોક્કસ પાત્રતા, અરજી પ્રક્રિયા, પ્લોટનું માપ અને કયા દસ્તાવેજો જરૂરી રહેશે તેની વિગતવાર માર્ગદર્શિકા સરકાર/સંબંધિત વિભાગ દ્વારા જાહેર થયા બાદ સ્પષ્ટ થશે. તેથી માત્ર સોશિયલ મીડિયા પરની માહિતીના આધારે અરજી કે કોઈ ચુકવણી ન કરવી.

Join WhatsApp

Join Now

Leave a Comment