Vadodara News : વડોદરા હીટ એન્ડ રન કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, આરોપી વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરાયો

Vadodara News : હોલિકા દહનની રાત્રે વડોદરામાં ભયંકર દુર્ઘટના બની હતી જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે છ જેટલા લોકોને મોટી ગંભીર ઇજાઓ પહોંચી હતી આ ઘટનામાં પોલીસે કાર ચાલક આરોપી રક્ષિત ચોરસિયા અને તેના મિત્ર પ્રાંશુ ચૌહાણની અટકાયત કરી હતી. તેમણે ભયંકર રીતે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો આ સમગ્ર ઘટના વિશે હવે હાલમાં જ મોટી અપડેટ સામે આવી છે જેમાં આરોપી વિરુદ્ધ માનવ વતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ડીસીપી પન્ના મોમાયા એ મીડિયા સાથે વાતચીત કરતા સમગ્ર વિગતો તેમણે આપી હતી

એક તરફ લોકો તહેવારની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ ખૂબ જ ભયંકર દુર્ઘટનાનું કિસ્સો સામે આવ્યો હતો. તહેવારના દિવસે જ ભયંકર અકસ્માત સર્જના આરોપી સામે હવે માનવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. મોડી રાત્રે ભયંકર અકસ્માત સર્જ્યો હતો નભીરા કાર ચાલકે એક પછી એક ત્રણ વાહનોને ઠોકર મારી હતી જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા. કારચાલકની મેથીપાક ચખાડીને પોલીસને શોં આપવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી હાલમાં તેમની સામે કડક કાર્યવાહી એટલે કે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે કારચાલકો બેફામ કાર ચલાવીને અકસ્માત સર્જકતા હોય છે. પરંતુ હાલમાં જે વડોદરા શહેરમાં ઘટના બની છે અકસ્માતની તેમાં હવે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે આ પહેલો કિસ્સો હશે જેમાં બેફામ કાર ચલાવનાર કારચાલક સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોય

Join WhatsApp

Join Now

Leave a Comment