હવામાન વિભાગના અહેવાલ મુજબ, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. Rain In Gujarat
છેલ્લા 12 કલાકમાં 103 તાલુકામાં વરસાદ:
સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
- વડોદરામાં 3.78 ઈંચ
- પાદરામાં 2.87 ઈંચ
- ડેડિયાપાળામાં 2.09 ઈંચ
- ગીર ગઢડામાં 1.89 ઈંચ
- ઉનામાં 1.73 ઈંચ
- ભિલોડામાં 1.57 ઈંચ
- બરવાળામાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો.
વડોદરાના વિસ્તારોમાં ભારે વરસાદ:
શહેરના રાવપુરા, દાંડિયા બજાર, ચાર દરવાજા, અકોટા, અને સુભાનપુરા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. વાઘોડિયા રોડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી.
30 સપ્ટેમ્બરની આગાહી:
હવામાન વિભાગે 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, તેમજ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, અને નર્મદા જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.