ભૂવાની માયાજાળમાં ફસાયેલી યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો! રાજકોટ | મવડી સ્મશાન પાસે રહેતા કેતન સાગઠિયા નામના ભૂવાએ નર્સિંગનો અભ્યાસ કરીને સામાન્ય નોકરી કરતી યુવતીને કહ્યું કે, “તારા પપ્પા ઉપર કોઈએ મેલી વિદ્યા કરી છે, એનું મૃત્યુ નજીકમાં જ છે, જો તારે તારા પપ્પાને બચાવવા હોય તો મારી પાસે વિધિ કરાવવી પડશે!” આમ કરીને ભૂવાએ યુવતીને પોતાની જાળમાં ફસાવી, ધીરે ધીરે યુવતી ભૂવાની સાથે જ રહેવા લાગી. Rajkot Vigyan Jatha News
Rajkot Vigyan Jatha News
ભૂવાને પહેલેથી 2 (બે) પત્નીઓ હોવા છતાં આ યુવતી તેની સાથે રહેતી હતી! ભૂવાના ત્રાસથી ગત 13મી માર્ચે યુવતીએ ઝેરી દવા પી લીધી હતી અને ગઈકાલે (17 માર્ચે) યુવતીનું મોત થયું હતું! ભૂવો યુવતી પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હતો એવી ફરિયાદ યુવતીના પરિવારજનોએ નોંધાવી છે. યુવતીના શરીર પર મારના નિશાન અને બચકા ભર્યાના નિશાન મળી આવ્યા છે. આ સિવાય ભૂવાએ યુવતીના નામથી લોન લઈને બધા પૈસા વાપરી નાખ્યા હોય એવા આરોપ પણ પરિવાર જનોએ લગાવ્યા છે. હાલ રાજકોટ પોલીસે આ સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે!