Gujarat Weather Update: ભારતના આ રાજ્યોમાં ચક્રવાત તોફાનની ભયંકર આગાહી, જાણો ગુજરાતમાં કેવી પડશે તેની અસર

Gujarat Weather Update:  આજે સમગ્ર દેશમાં હોળીના તહેવારની ઉજવણી થઈ રહી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ તો દેશના લગભગ 24 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે દિલ્હી એનસીઆર માં કાળા વાદળો છવાઈ ગયા છે  હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હીમાં ગત દિવસમાં 2025 નો બીજો સૌથી ગરમ દિવસ હતો ગઈકાલે પણ મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધુ હોવાનું હવામાન વિભાગમાં માનવું છે આજે દિલ્હીમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે બીજી તરફ  રાજસ્થાનમાં પણ સતત બીજા દિવસે પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે ચલો તમને જણાવી દઈએ હાલમાં ગુજરાત હવામાન વિભાગ અંગેની લેટેસ્ટ આગાહીની મહત્વની અપડેટ વિશે

દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે આ સાથે જ તામિલનાડુના દરિયા કાંઠા વિસ્તારમાં 35 થી 45  કિમી પ્રતિ કલાકની ઝડપે ચક્રવતી પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે આસામ મેઘાલય નાગાલેન્ડ સહિત મેઝોરમ અને ત્રિપુરામાં પણ 16 માર્ચ સુધી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બીજી તરફ દિલ્હીમાં પણ હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

ગુજરાત રાજ્યમાં હવામાન અંગેની મહત્વની અપડેટ

ગુજરાત રાજ્યમાં હાલ હવામાન અંગેની અપડેટ વિશે વાત કરીએ તો કોઈપણ મહત્વની આગાહી સામે નથી આવી પરંતુ ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતના 24 રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ગુજરાત માટે કોઈ પણ પ્રકારની મહત્વની આગાહી કરવામાં નથી આવી હાલ ગુજરાતમાં કોઈપણ કમોસમી વરસાદની પણ શક્યતાઓ નથી પરંતુ ગરમી હજુ આગામી દિવસોમાં વધે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી

 

Join WhatsApp

Join Now

Leave a Comment