સોલા કેમ્પસ ખાતે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે 13 માળની વિશાળ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે 1600થી વધુ વિદ્યાર્થીઓને આવાસ આપશે. આ હોસ્ટેલ માટે 100 કરોડના ખર્ચે બાંધકામ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં બેઝમેન્ટમાં બે માળ પાર્કિંગ માટે રહેશે. સંસ્થા દ્વારા હોસ્ટેલમાં પ્રવેશ માટે જરૂરિયાતમંદ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. Unjha Umiya Mataji Sansthan Hostel
માતાજીનું મંદિર અને અન્ય સુવિધાઓ પણ આ પ્રોજેક્ટનો એક ભાગ છે. 2026 સુધીમાં મંદિરનું નિર્માણ પૂરૂં થશે, જે 60 કરોડના ખર્ચે તૈયાર કરાશે. આ સંકુલમાં શૈક્ષણિક સંકુલ, NRI ભવન, ગેસ્ટ હાઉસ, આધુનિક હોલ, અને પાર્ટી પ્લોટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે.
2026ના અંત સુધીમાં હોસ્ટેલ બાંધકામ પૂર્ણ થવાની અને 2026ના માર્ચ સુધીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની અપેક્ષા છે, જેનાથી સમાજના અનેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાયતા મળશે.