ખેડૂત ન હોય તે પણ જમીન ખરીદી શકે તેનો નિર્ણય ટૂંક સમયમાં થશે ખેડૂત ખાતેદાર ન હોવા છતાં ખેતીની જમીન ખરીદીને ખેડૂત શકો વિચારણા ચાલે છે. આ વિચારણાને પુષ્ટિ આપતા મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, ખેડૂત ખાતેદાર ન હોય છતાં ખેડૂત ખાતેદાર થઈ શકશે કે નહીં તેનો ટૂંક સમયમાં નિર્ણય કરાશે. તેમણે કહ્યું હતું કે, નવી જંત્રી તૈયાર થઈ રહી છે, જેને મંજૂરી મળે તે પહેલા નાગરિકોના અભિપ્રાય માટે જાહેર કરાશે. સી.એલ.મીણા Even those who are not farmers can buy land
કમિટીએ ખેડૂત ન હોય તે પણ ખેતીની જમીન ખરીદી શકે તેવી ભલામણ કરી છે. જેનો અમલ હાલ જન્મથી ખેડૂત હોય તે જ ખેત જમીન ખરીદી શકે છે
ગુજરાતમા અત્યારે કોઈપણ વ્યકિત ખેડૂત ખાતેદાર હોય તે જ વ્યકિત ખેતીની જમીન ખરીદી શકે છે. જેનાકારણે બોગસ ખેડૂત ખાતેદાર થવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. રાજય સરકાર હવે બિનખેડૂત પણ જમીન ખરીદીને ખેડૂત ખાતેદાર થઈ શકે તેવો ફેરફાર કરી શકે છે.
ખરીદદારો વધતા જમીનના ભાવમાં ઉછાળો આવશે ખેડૂતો એવો મત વ્યકત કરી રહ્યા છે કે, બિનખેડૂત ખાતેદાર જમીન ખરીદીને ખેડૂત ખાતેદાર બને તો કૃષિની જમીન ખરીદેવા માટેના ગ્રાહકો વધશે. પરિણામે જમીનના ભાવ વધી શકે છે. જો કે, સાથોસાથ નાના ખેડૂતોની જમીન પચાવી પાડવાના કેસ પણ વધી શકે છે. કરવાનું સરકાર સક્રિયપણે વિચારી રહીં છે, પણ અમલ કરશે કે નહીં તે બાબતે ટૂંક સમયમા નિર્ણય કરાશે.