સરકાર દ્વારા ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે કે ખેડૂતો બાગાયતી ખેતી માટે કિસાન પરિવહન યોજના માટે અરજી કરી શકશે આ અરજી કરવા માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે તમે પહેલા ધોરણે અરજી કરી શકો છો અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ અરજી કેવી રીતે અને ક્યાં કરવી જેને સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે આપેલ છે kisan parivahan yojana 2024
ખેડૂત માટે સારા સમાચાર છે કે હવે બાગાયતી ખેતી માટે સરકાર દ્વારા આ બે યોજનાઓ આઇ ખેડૂત પોર્ટલ પર ખુલ્લી મુકવામાં આવેલ છે તો તમે કિસાન પરિવહન તથા ટ્રેક્ટર ટ્રેલર સહાય યોજના માટે અરજીઓ તારીખ 26/11/2024 થી 02/12/2024 સુધી ચાલુ રહેશે.
કિસાન પરિવહન યોજના ડોક્યુમેન્ટ । Document Required of Kisan Parivahan Yojana 2024
Kisan Parivahan Yojana હેઠળ લાભ મેળવવા માટે ikhedut Portal પર અરજી કરતા નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે:
- 7/12 અને 8અના રેકોર્ડની નકલ
- આધારકાર્ડની નકલ
- જાતિનું પ્રમાણપત્ર (જો ખેડૂત SC/ST કેટેગરીના હોય તો).
- રેશનકાર્ડની નકલ.
- બેંક પાસ બૂક
કિસાન પરિવહન યોજના સહાયની રકમ: Kisan Parivahan Yojana 2024 sahay
મિડિયમ સાઇઝ ગુડ્ઝ કેરેજ વાહન: નાના, સિમાંત, મહિલા, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના ખેડુતો માટે: કુલ ખર્ચના 35% અથવા ₹75,000 (જે ઓછું હોય તે). સામાન્ય શ્રેણીના ખેડુતો માટે: કુલ ખર્ચના 25% અથવા ₹50,000 (જે ઓછું હોય તે).
કિસાન પરિવહન યોજના માટે અરજી કેવી રીતે કરવી kisan parivahan yojana 2024 registration
જે પણ ખેડૂત મિત્રો કિસાન પરિવહન યોજનામાં અરજી કરવા લાભ લેવા માગતા હોય તેમને આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાં જઈ અને કિશન પરિવહન યોજનામાં તમે અરજી કરી શકો છો ખેડૂત મિત્રો પોતાના ગામના વી.સી.ઈ મારફત નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકાશે.
- અધિકૃત વેબસાઇટ: ikhedut.gujarat.gov.in