અમદાવાદમાં ₹3.30 લાખમાં 1 BHK ફ્લેટ! PM આવાસ યોજના હેઠળ મકાનો માટે અરજી શરૂ

Ahmedabad pm awas yojana 2026

અમદાવાદ PM આવાસ યોજના 2026 હેઠળ 7,825 1 BHK ફ્લેટ માટે ઓનલાઈન અરજી શરૂ. આવક મર્યાદા, જરૂરી દસ્તાવેજો, અરજી ફી, હપ્તા યોજના અને છેલ્લી તારીખ 19 જૂન 2026 વિશે સંપૂર્ણ માહિતી. Ahmedabad pm awas yojana 2026

અમદાવાદના આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે મોટી ખુશખબર સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 7,825 આવાસોની ફાળવણી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને માત્ર ₹3.30 લાખની કિંમતમાં 1 BHK ફ્લેટ મેળવવાની તક મળશે.

જે પરિવારો હજુ સુધી પોતાના પાકા મકાનનું સપનું પૂરું કરી શક્યા નથી, તેમના માટે આ યોજના એક મોટી તક સાબિત થઈ શકે છે. અરજીઓ ભરવાની છેલ્લી તારીખ 19 જૂન 2026 નક્કી કરવામાં આવી છે.

અમદાવાદ PM આવાસ યોજના 2026 ની મુખ્ય ખાસિયતો

  • કુલ 7,825 આવાસો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
  • 1 BHK આવાસ (33.48 ચો.વાર કાર્પેટ એરિયા)
  • ફ્લેટની અંદાજિત કિંમત ₹3.30 લાખ
  • અરજી કરવાની છેલ્લી તારીખ 19 જૂન 2026
  • મહિલાઓને ફાળવણીમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવશે
  • અરજી ફી અને ડિપોઝિટ ઓનલાઈન ભરવાના રહેશે

અમદાવાદ PM આવાસ યોજના 2026 કોણ કરી શકશે અરજી?

આ યોજના માટે અરજી કરવા માટે અરજદારે નીચેની શરતો પૂર્ણ કરવી જરૂરી છે:

માપદંડવિગતો
વાર્ષિક આવક₹3 લાખ સુધી
મકાન માલિકીપરિવારના કોઈ સભ્યના નામે પાકું મકાન ન હોવું જોઈએ
અગાઉનો લાભકોઈપણ સરકારી આવાસ યોજનાનો લાભ લીધો ન હોવો જોઈએ
રહેઠાણઅમદાવાદ શહેરના પાત્ર નાગરિક હોવા જોઈએ

અમદાવાદ PM આવાસ યોજના 2026 જરૂરી દસ્તાવેજોની યાદી

અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે:

  • આધાર કાર્ડ (ફરજીયાત)
  • મતદાર ઓળખ કાર્ડ (ફરજીયાત)
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો (જો લાગુ પડે)
  • કેન્સલ ચેક
  • રેશન કાર્ડ (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (લાઈટ બિલ અથવા ભાડા કરાર)
  • PAN કાર્ડ (જો હોય તો)
  • અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સોગંધનામું (વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને અપલોડ કરવાનું રહેશે)

મહત્વપૂર્ણ: તમામ દસ્તાવેજોની ફાઈલ સાઇઝ મહત્તમ 1 MB સુધી જ હોવી જોઈએ.

અમદાવાદ PM આવાસ યોજના 2026 અરજી ફી કેટલી ભરવાની રહેશે?

અરજી કરતી વખતે ₹7,550 ઓનલાઈન ભરવાના રહેશે. જો અરજી કોઈ કારણસર રદ થાય તો જમા કરાવેલી રકમ નિયમ મુજબ અરજદારના ખાતામાં પરત જમા કરવામાં આવશે.

ફ્લેટ માટે ચુકવણી કેવી રીતે કરવી પડશે?

ડ્રોમાં પસંદગી થયા બાદ લાભાર્થીએ નીચે મુજબ રકમ ચૂકવવાની રહેશે:

અમદાવાદ PM આવાસ યોજના 2026 પ્રથમ તબક્કો

  • ડ્રોમાં સફળ થયા બાદ આશરે ₹3,00,000 ચૂકવવાના રહેશે
  • મેન્ટેનન્સ ડિપોઝિટ તરીકે ₹30,000 અલગથી ભરવાના રહેશે

હપ્તા પદ્ધતિ

  • કુલ કિંમતના ઓછામાં ઓછા 20% રૂપિયા ત્રણ મહિનામાં ભરવાના રહેશે
  • બાકીના 80% રૂપિયા એક વર્ષ દરમિયાન 10 સરખા હપ્તામાં ચૂકવી શકાશે
  • અંતિમ હપ્તા સાથે મેન્ટેનન્સ ડિપોઝિટ અને અન્ય ખર્ચ ચૂકવવાનો રહેશે

અમદાવાદ PM આવાસ યોજના 2026 અરજી ક્યાં કરવી?

રસ ધરાવતા અરજદારો AMCની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી પોતે પણ કરી શકાય છે અથવા નજીકના CSC સેન્ટરની મદદથી પણ ફોર્મ ભરી શકાય છે.

અમદાવાદ PM આવાસ યોજના 2026 સ્ટેટસ ચેક કેવી રીતે કરવું? : Ahmedabad pm awas yojana 2026 status check

જો તમે AMC ની PM આવાસ યોજના 2026 માટે અરજી કરી હોય, તો અરજીની સ્થિતિ (Status) અને ડ્રોનું પરિણામ સત્તાવાર પોર્ટલ પર ચેક કરી શકો છો.

સ્ટેટસ ચેક કરવાની પ્રક્રિયા

  1. AMC આવાસ યોજના પોર્ટલ ખોલો: અમદાવાદ આવાસ યોજના પોર્ટલ
  2. “Application Status”, “Draw Result” અથવા “Applicant Login” વિકલ્પ શોધો.
  3. તમારો: Application Number / Registration Number વિગતો દાખલ કરો.
  4. Submit પર ક્લિક કરો.
  5. સ્ક્રીન પર અરજીની સ્થિતિ, દસ્તાવેજ ચકાસણી અથવા ડ્રોનું પરિણામ દેખાશે.

ડ્રોનું પરિણામ ક્યાં જાહેર થશે?

આવાસ ફાળવણી માટેનો ડ્રો પૂર્ણ થયા બાદ પરિણામ અને અન્ય મહત્વપૂર્ણ અપડેટ્સ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. અરજદારોને સમયાંતરે વેબસાઇટ ચેક કરવાની સલાહ આપવામાં આવે છે.

અમદાવાદ PM આવાસ યોજના 2026 મહત્વપૂર્ણ તારીખ

વિગતોતારીખ
અરજી શરૂચાલુ
છેલ્લી તારીખ19 જૂન 2026
આવાસ પ્રકાર1 BHK
કુલ આવાસ7,825

મહત્વપૂર્ણ લિંક

નિષ્કર્ષ

અમદાવાદમાં પોતાના ઘરનું સપનું જોતા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે PM આવાસ યોજના એક સુવર્ણ તક બની શકે છે. માત્ર ₹3.30 લાખમાં 1 BHK ફ્લેટ મેળવવાની તક વારંવાર મળતી નથી. જો તમે યોજનાની તમામ શરતો પૂર્ણ કરતા હોવ તો છેલ્લી તારીખ પહેલાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાનું ભૂલશો નહીં.

Join WhatsApp

Join Now

Leave a Comment