Delhi New CM Oath: દિલ્હીના નવા મુખ્યમંત્રી લેશે શપથ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેશે શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજર

Delhi New CM Oath: દિલ્હીમાં લાંબા સમયથી નવા મુખ્યમંત્રીની રાહ જોવાઈ રહી હતી ત્યારે આખરે ગઈકાલે મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો છે ભાજપની સરકારનો શપથ સમારોહ આજે યોજાશે એક દિવસ પહેલા જ રેખા ગુપ્તાને ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેઓ હવે દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે તેવું માનવામાં આવી રહ્યું છે સાથે તેઓ આજે શપથ પણ લઈ શકે છે રેખા ગુપ્તા સહિત છ મંત્રીના આજે ફાઇનલ શપથ લેવાશે

દિલ્હીમાં આજે મંત્રી અને ઉચ્ચ અધિકારી સહિત પ્રધાનમંત્રી હાજર રહેશે દિલ્હીની નવી સરકારના શપથ ગ્રહણ દરમિયાન મુખ્યમંત્રી ની સાથે છ મંત્રીઓ પણ મંત્રી પદના શપથ લેશે ગુપ્તાના શપથ લેવાયા બાદ મંત્રીઓના નામ પણ સામે આવી શકે છે મંત્રીઓની યાદીમાં ઘણા બધા નામો શપથ ગ્રહણ દરમિયાન લેવામાં આવશે અને તેઓ પણ મંત્રી પદના શપથ લેશે

શપથ ગ્રહણમાં પીએમ મોદી રહેશે હાજર

મળતી માહિતી અનુસાર દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ નું આયોજન કરવામાં આવશે જ્યાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે સાથે જ શપથ ગ્રહણ સમારો આજે બપોરે યોજાશે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે તેમના મંત્રીમંડળના સાથીઓ તેમજ એનડીએ સાચીત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ શપથ ગ્રામ દરમિયાન હાજર રહેશે આ કાર્યક્રમમાં ખાસ મહેમાનો સહિત લગભગ 50,000 થી પણ વધુ લોકો હાજર રહે તેવી અપેક્ષાઓ મીડિયા અહેવાલોમાં સામે આવી છે શપથ ગ્રહણ સમારોહ માટે શહેરના મધ્ય ઉત્તર અને નવી દિલ્હી વિસ્તારોમાં લગભગ 25000 કરતાં પણ વધુ સુરક્ષા  કર્મચારીઓ કહેનાત કરી દેવામાં આવ્યા છે

Join WhatsApp

Join Now

Leave a Comment