વિશ્વના હીરા બજારમાં રિકવરીના સંકેતો દેખાઈ રહ્યા છે, ખાસ કરીને પસંદગીની ક્વોલિટીના પતલી સાઈઝના હીરાની માંગમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. હીરા અને આભૂષણ નિરીયાતક પરિષદ (GJEPC) દ્વારા અપાયેલા અહેવાલ અનુસાર, બજારમાં આવેલી પોઝિટીવ મૂવમેન્ટના કારણે ઉદ્યોગકારોમાં નવા વેપાર મળવાની આશા જાગી છે. diamonds price increase 10000
હીરા મેન્યુફેક્ચરર્સ દ્વારા ઉત્પાદન કાપવામાં આવતા ઇન્વેન્ટરીમાં ઘટાડો થયો છે, જેના કારણે સપ્લાય મર્યાદિત બની છે.અમેરિકા સહિત વૈશ્વિક સ્તરે આવનારા તહેવારો અને લગ્નગાળાની સિઝનને કારણે હીરાની માંગમાં વૃદ્ધિની અપેક્ષા છે. સુરતના સ્થાનિક બજારમાં પણ પસંદગીની ક્વોલિટીના પતલી સાઈઝના હીરા માટે વધુ માંગ ઊભી થઇ છે.
આ વધતી માંગના પરિણામે, પતલી સાઈઝના હીરાના ભાવમાં પ્રતિ કેરેટ ₹1000 સુધીનો વધારો નોંધાયો છે. માર્કેટના જાણકારોના મતે, હીરા ઉદ્યોગમાં આ ચાલના કારણે પરિસ્થિતિ સુધરવાની આશા વધુ મજબૂત બની છે. સાથે જ રફ હીરાની કિંમતોમાં દબાણ હોવાના કારણે મેન્યુફેક્ચરર્સને ફાયદો થવાની સંભાવના પણ છે.