ખાદ્ય તેલના ભાવમાં કડાકો ! સીંગતેલ છોડો, હવે તો કપાસિયાનો ભાવ સાંભળીને પણ આવશે ચક્કર

Edible Oil Price Hike ખાદ્ય તેલના ભાવમાં કડાકો ! સીંગતેલ છોડો, હવે તો કપાસિયાનો ભાવ સાંભળીને પણ આવશે ચક્કર વાત કરીએ ઘાતેલુ તો સિંગતેલ અને કપાસિયા તેલનો ભાવમાં ખૂબ જ ખરાબ જોવા મળે છે હવે રસોઈ કરવી પણ હવે મોંઘી પડશે કારણ કે સીંગતેલના ભાવમાં 10 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 50 રૂપિયા વધારે જોવા મળે છે

તહેવારો પહેલા જ ખાદ્ય તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને કપાસિયા અને સિંગતેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. રાજકોટ સહિતના બજારોમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધારાના સમાચાર સામે આવ્યા છે. હાલમાં કપાસીયા તેલના 15 કિલોના ડબ્બાની કિંમત 2180 રૂપિયાથી વધીને 2230 રૂપિયા થઇ છે, જ્યારે પામોલિન તેલ 2050 રૂપિયાથી 2155 રૂપિયા થઇ ગયું છે. સીંગતેલના ભાવમાં પણ વધારો થવા પામ્યો છે, હવે તેની કિંમત 2630 રૂપિયાથી વધીને 2655 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

ખાદ્ય તેલના ભાવમાં આ વધારો મુખ્યત્વે વરસાદના કારણે કાચા માલની અછત અને પિલાણમાં ઘટાડાની અસરે થયો છે. તહેવારોની મોસમમાં ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થતો રહે છે, જેનાથી સામાન્ય જનતાને ખાવા-પીવામાં મોટું બોજો અનુભવું પડે છે.

અત્યાર સુધી ખાદ્ય તેલમાં થયેલા વધારો

  • 7 સપ્ટેમ્બર: સીંગતેલમાં 60 રૂપિયાનું અને કપાસિયા તેલમાં 70 રૂપિયાનું વધારો
  • 29 જુલાઈ: 80 રૂપિયાનો વધારો
  • 16 જુલાઈ: 40 રૂપિયાનો વધારો
  • 4 જુલાઈ: 70 રૂપિયાનો વધારો
  • 29 જુન: 30 રૂપિયાનો વધારો
  • 5 મે: 10 રૂપિયાનો વધારો

મગફળીના પાક પર વરસેલા ભારે વરસાદથી સાવકી પાકને નુકસાન થયું છે, જેના પરિણામે મગફળીનો પાક પીળાશ પાડી સુકાઈ રહ્યો છે. આ કારણે ભાવમાં હજી વધુ ઉછાળો જોવા મળવાની સંભાવના છે, જેનાથી આગામી દિવસોમાં ખાદ્ય તેલના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો