ઈલોન મસ્ક દરરોજ એક વ્યક્તિને આપશે 8.40 કરોડ રૂપિયા, બસ આ કામ કરવું પડશે અમેરિકા: અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એક નવો વળાંક આપ્યો છે. મસ્કે જાહેરાત કરી છે કે તે દરરોજ એક મતદારને 1 મિલિયન ડોલરનું ઇનામ આપશે. આ ઇનામ તેમની અરજી પર સહી કરનારા કોઈપણ મતદારને આપવામાં આવશે. મસ્કની આ અરજી મુક્ત વાણી અને શસ્ત્રો રાખવાના અધિકારો જાળવવા પર કેન્દ્રિત છે.
મસ્કે કહ્યું છે કે આ ઇનામની યોજના ચૂંટણીની તારીખ સુધી દરરોજ ચાલુ રહેશે. આ યોજનાને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ આ અંગે સવાલો ઉઠાવ્યા છે.
ટ્રમ્પના સમર્થનમાં મસ્ક:
મસ્ક ખુલ્લેઆમ રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે. તેમણે ટ્રમ્પના પ્રચાર માટે તેમની સંસ્થા અમેરિકા પીએસી શરૂ કરી છે. આ યોજનાને પણ ટ્રમ્પના પ્રચાર સાથે જોડીને જોવામાં આવી રહી છે.
પહેલો લાભાર્થી:
મસ્કે શનિવારે જ આ યોજનાની શરૂઆત કરી હતી અને પેન્સિલવેનિયામાં યોજાયેલી એક રેલીમાં જ્હોન ડ્રેહર નામના વ્યક્તિને પ્રથમ ઇનામ આપ્યું હતું. ડ્રેહરે મસ્કની અરજી પર હસ્તાક્ષર કર્યા હતા અને તેને આ ઇનામ મળ્યું હતું.
મસ્કનું દાન:
મસ્કે ટ્રમ્પના પ્રચાર માટે પહેલા પણ 75 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું. આ દાનને લીધે તે 2024ની ચૂંટણીમાં સૌથી મોટા દાતા બની ગયા છે.