પાકિસ્તાનમાં નમાઝ દરમિયાન મોટો બ્લાસ્ટ થયો અને કેટલાક લોકો મરી ગયા હોવાની આશંકા હમણાં જ પાકિસ્તાનમાં જમા મસ્જિદમાં નમાઝ પડતા હતા લોકો દરમિયાન એક મોટો બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો જેમાં ઘણા લોકોના મોત થયા છે અને કેટલાક સુરક્ષા દળોએ બચા ઉપર હતી ચાલુ કરી છે અને જે ઘાયલ લોકો છે તેમના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે Huge explosion during Friday prayers in Paksitan
પાકિસ્તાનના પેશાવરમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મોટો વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ કિસ્સાખાની બજારમાં આવેલી જામા મસ્જિદમાં થયો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરી રહ્યા હતા. આ વિસ્ફોટમાં ઘણા લોકોના મોત થયા હોવાની આશંકા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે. ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
પાકિસ્તાન માટે આતંકવાદ એક પડકાર બન્યો
આ વધતા આતંકવાદે પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા માટે ગંભીર પડકાર ઉભો કર્યો છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં આતંકવાદી જૂથોની તાકાત વધી રહી છે. સરકાર માટે આ હુમલાઓને રોકવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવી એક મોટો પડકાર બની ગયો છે.