Tirupati Temple: આંધ્ર પ્રદેશમાં આવેલા તિરૂપતિ મંદિરમાં ધક્કામૂકીને કારણે 6 જેટલા શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 40 કરતા પણ વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે ટિકિટ કેન્દ્રો પર લાઈનો લાગી હતી ત્યારે અચાનક નાશભાગ મચી હતી જેમાં છ જેટલા શ્રદ્ધાળુઓના મોત થયા ના અહેવાલ મીડિયાના માધ્યમથી મળી રહ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને રાજ્યના મુખ્યમંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ પણ આપ્યા છે વધુમાં જણાવી દઈએ તો પણ લેવા માટે હજારો લોકોની લાઈન હતી જેમાં અચાનક ધક્કામૂકીમાં દુર્ઘટના સર્જાઇ હતી
આ ઘટનામાં છ જેટલા લોકોના મોત થયા છે અને 40 કરતા પણ વધુ લોકો ઘાયલ થયા હોવાનો મીડિયા અહેવાલોના માધ્યમથી જાણવા મળી રહ્યો છે મહિલાઓ પણ કચડાઈ હોવાના અહેવાલ છે પરિસ્થિતિ બગડતી જોઈને પોલીસે મોરચો સંભાળ્યો હતો ત્યારબાદ વધુ દુર્ઘટનામાં જાનહાની ન બને તેના માટે સમગ્ર પરિસ્થિતિને અંકુશમાં લાવી હતી દર્શન માટે ટોકનની લાઈનમાં મળતી વિગતો અનુસાર 4000 જેટલા લોકો ઉભા હતા જેમાં નાશ ભાગ મચી હતી. મંદિર સમિતિના ચેરમેન બીઆર નાયડુએ તાત્કાલિક બેઠક યોજાઈને સીએમ ચંદ્રાબાબુ નાયડુએ આ ઘટનાને લઈને શોખની લાગણી વ્યક્ત કરી હતી અને તાત્કાલિક ઇજાગ્રસ્ત અને સારવાર પૂરી પાડવા આદેશ પણ આપવામાં આવ્યો હતો