પ્રખ્યાત યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાની યુટ્યુબ ચેનલ પર સાયબર હુમલો થયો છે. હેકરોએ તેમની બંને મુખ્ય ચેનલો હેક કરી દીધી અને તમામ ઈન્ટરવ્યુ અને પોડકાસ્ટ ડિલીટ કરી દીધા છે. આ હુમલામાં ચેનલનું નામ પણ બદલીને ટેસ્લા કરી દેવામાં આવ્યું છે.
રણવીર અલ્લાહબાદિયાની યુટ્યુબ ચેનલો હેક
પ્રખ્યાત યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાની બંને યુટ્યુબ ચેનલો, બિયરબાઇસેપ્સ અને વ્યક્તિગત ચેનલ, બુધવારે (25 સપ્ટેમ્બર) રાત્રે સાયબર હુમલાખોરો દ્વારા હેક કરવામાં આવી હતી. હેકર્સે ચેનલોના નામ બદલીને અનુક્રમે “@Elon.trump.tesla_live2024” અને “@Tesla.event.trump_2024” કરી દીધા હતા. આની પહેલા ભારતીય સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ પણ હેક થઇ ગઈ હતી.
હેકર્સે ચેનલો પરના તમામ વિડિયો, જેમાં ઇન્ટરવ્યુ અને પોડકાસ્ટનો સમાવેશ થાય છે, ડિલીટ કરી દીધા હતા. તેની જગ્યાએ, તેમણે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લગતી જૂની સ્ટ્રીમ્સ અપલોડ કરી હતી. આ હુમલાથી યુટ્યુબ પર સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠ્યા છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, રણવીર અલ્હાબાદિયા અને તેની ટીમ આ સાઈબર હુમલાથી ચોંકી ગઈ છે.
BeerBiceps 12 મિલિયન સબસ્ક્રાઈબર હતા
રણવીર અલ્લાહબાદિયાએ 22 વર્ષની ઉંમરે તેની પ્રથમ યુટ્યુબ ચેનલ BeerBiceps સાથે કન્ટેન્ટ બનાવવાની સફર શરૂ કરી હતી. હવે તેની પાસે લગભગ 7 યુટ્યુબ ચેનલો છે. તમામ ચેનલોમાં લગભગ 12 મિલિયન સબસ્ક્રાઈબર હતા.
આ પણ વાંચો
ભારતીય ફિટનેસ અને લાઇફસ્ટાઇલના જાણીતા ચહેરા રણવીર અલ્હાબાદિયાની યુટ્યુબ ચેનલો હેક થવાની ઘટનાએ સોશિયલ મીડિયા અને ડિજિટલ જગતમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, અલ્હાબાદિયા અને તેમની ટીમ આ હુમલાથી ઘેરા આંચકામાં છે.