Rahul Gandhi: ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશન કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ રાહુલ ગાંધી ‘પલાયન રોકો, નોકરી દો’ યાત્રામાં ભાગ લેવા પહોંચ્યા હતા ત્યાં યાત્રા દરમિયાન આશ્રમમાં રાહુલ ગાંધીની હાજરીમાં જ અમુક કાર્યકર્તાઓ વચ્ચે ઝઘડો થયો હતો કાર્યકર્તાઓએ એકબીજાને થપ્પડો પણ મારતા હોવાનું સામે આવ્યું છે એકબીજાને થપ્પડો મારતા સમગ્ર વાતાવરણ તંગ થઈ ગયું હતું કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અખિલેશ પ્રસાદ સિંહે પણ એક કાર્યકરને થપ્પડ મારી હોવાનું પણ સામે આવ્યું છે સમગ્ર મામલો હાલ ખૂબ જ ચર્ચામાં છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાજરીમાં આ સમગ્ર બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે
મળતી માહિતી અનુસાર યાત્રા દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી બિહારના બેગુસરાઈ પહોંચ્યા હતા યાત્રા દરમિયાન સદાકત આશ્રમમાં પહોંચ્યા ની સાથે યાત્રા પડાવ દરમિયાન અચાનક જ એક કાર્યકર્તા વક્ફ બિલને સમર્થન સમર્થન આપવાની માંગણી કરી હતી અને પોસ્ટર લઈને પહોંચી ગયો હતો આ દરમિયાન પોસ્ટરમાં લખ્યું હતું કે રાહુલ ગાંધીજી બોર્ડને ટેકો આપો. કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ બિલવાળા પોસ્ટર દર્શાવતા કાર્યકરોને સપોર્ટ કર્યો હતો જ્યારે અન્ય કાર્યકરોએ આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો પોસ્ટર છીનવી લીધું હતું અને ફાડી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ બવાલ મચી હતી અખિલેશ પ્રસાદ સિંહ પણ પોસ્ટર લઈને આવેલા કાર્યકરને થપ્પડ મારી હતી અને સમગ્ર મામલો વધુ ઉશ્કેરાયો હતો. રાહુલ ગાંધીની હાજરીમાં આ સમગ્ર બનાવ બનતા હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે