Sunita Williams: સુનિતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર છેલ્લા નવ મહિનાથી ફસાયેલી હતી ત્યારે હવે આખરે તેઓ પૃથ્વી પર પરત ફરી રહી છે SpaceXનું અવકાશયાન સફળતાપૂર્વક પહોંચી ગયું છે અને ખૂબ જ જલ્દી સુનીતા વિલિયમ્સને (Sunita Williams) પૃથ્વી પર પરત લાવશે સમગ્ર સ્પેસ સ્ટેશનમાં આનંદની લહેરે જોવા મળી રહી છે હાલમાં જ વિડીયો સામે આવ્યો છે જેમાં સુનિતા વિલિયમ્સ ખૂબ જ ખુશ જોવા મળી રહી છે તેમનો વિડિયો હાલમાં જ પોસ્ટ કરવામાં આવ્યો છે સુનિતા વિલિયમ્સ સાથે બૂચ વિલ્મોર (Butch Wilmore) નવ મહિનાથી સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે
હાલમાં જે વિગતો સામે આવી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો છેલ્લા 9 મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ફસાયેલા હતા ટેકનિકલ ખામીના કારણે તેમને ત્યાં જ રહેવું પડ્યું હતું પરંતુ હવે SpaceXનું Crew-10 અવકાશયાન ચાર નવા મુસાફરો સાથે ISS પર પહોંચ્યું છે. અને તેમને પરત લાવવા માટે તૈયાર છે મળતી વિગતો અનુસાર 19 માર્ચ સુધીમાં તેઓ પૃથ્વી પર પરત ફરી શકે તેવી શક્યતાઓ છે
શુક્રવારે રોકેટની મદદથી Crew-10 અવકાશયાન દ્વારા જાપાન રશિયા અને અમેરિકાના ચાર જેટલા નવું અવકાશયાત્રીઓ સ્ટેશન પર પહોંચ્યા હતા આગામી થોડા દિવસોમાં સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પરત ફરશે