BCCI એ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ ભારતીય ટીમની જાહેરાત, ચેન્નાઈમાં રમાશે આ મેચ જાણો કોણ હસે ખેલાડી

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત, ચેન્નાઈમાં પ્લેઈંગ ઈલેવન આવી શકે છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCI એ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાનારી આ શ્રેણીની પ્રથમ મેચ માટે 16 સભ્યોની ટીમની પસંદગી કરી છે. India squad for 1st test vs bangladesh t20

પ્રથમ ટેસ્ટ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટેની પ્લેઇંગ ઈલેવનની પસંદગી માટે મિડલ ઓર્ડરના બેટ્સમેન અને સ્પિનરોને લઈને કોચ અને કેપ્ટનને ખાસ્સી મથામણ કરવી પડશે. 16 સભ્યોની ટીમમાંથી 11 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે, જેમાંથી ધ્રુવ જુરેલ, આકાશ દીપ અને યશ દયાલને પ્રથમ મેચમાં પસંદગીમાં અવકાશ ન મળવાની સંભાવના છે.

WhatsApp Channel Join
telegram Channel Join

સરફરાઝ ખાન અને કુલદીપ યાદવના સમાવેશ પર મોટો નિર્ણય લેવાઈ શકે છે. કેએલ રાહુલ અને સરફરાઝ ખાન વચ્ચે પસંદગી અને કુલદીપ યાદવ અને અક્ષર પટેલની પસંદગીમાં કૉન્ચ અને કેપ્ટનને નિર્ણય કરવો પડશે. બાકીની ટીમ બહુ જ એકદમ સેટ લાગે છે.

પ્રથમ ટેસ્ટ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન:

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • યશસ્વી જયસ્વાલ
  • શુભમન ગિલ
  • વિરાટ કોહલી
  • કેએલ રાહુલ/સરફરાઝ ખાન
  • ઋષભ પંત (વિકેટકીપર)
  • રવિન્દ્ર જાડેજા
  • અક્ષર પટેલ/કુલદીપ યાદવ
  • આર અશ્વિન
  • જસપ્રિત બુમરાહ
  • મોહમ્મદ સિરાજ

પ્રથમ ટેસ્ટ માટે 16 સભ્યોની ટીમ:

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • યશસ્વી જયસ્વાલ
  • શુભમન ગિલ
  • વિરાટ કોહલી
  • કેએલ રાહુલ
  • સરફરાઝ ખાન
  • ઋષભ પંત (વિકેટકીપર)
  • ધ્રુવ જુરેલ (વિકેટકીપર)
  • આર અશ્વિન
  • રવિન્દ્ર જાડેજા
  • અક્ષર પટેલ
  • કુલદીપ યાદવ
  • મોહમ્મદ સિરાજ
  • આકાશ દીપ
  • જસપ્રિત બુમરાહ
  • યશ દયાલ

Leave a Comment