વિરાટ કોહલીની સદી વ્યર્થ ગઈ, ન્યુઝીલેન્ડે ભારતને 41 રને હરાવીને શ્રેણી 2-1થી જીતી લીધી

India vs new zealand 3rd odi live

India vs new zealand 3rd odi live ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં ભારતીય ટીમ દબાણ હેઠળ છે. 338 રનની મોટી લક્ષ્યાંક સામે ભારતે 45.1 ઓવરમાં 8 વિકેટે 288 રન બનાવ્યા છે.

ક્રીઝ પર હજુ પણ વિરાટ કોહલી ડટેલા છે. તેમણે શાનદાર 124 રનની ઇનિંગ રમી છે અને ટીમ માટે છેલ્લી આશા બન્યા છે.

ભારતના આઉટ થયેલા ખેલાડીઓ:

  • રોહિત શર્મા – 11
  • શુભમન ગિલ – 23
  • શ્રેયસ ઐયર – 03
  • કેએલ રાહુલ – 01
  • નીતિશ કુમાર રેડ્ડી – 53
  • રવિન્દ્ર જાડેજા – 12
  • હર્ષિત રાણા – 52
  • મોહમ્મદ સિરાજ – 00

ન્યુઝીલેન્ડની તોફાની બેટિંગ

આ પહેલાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 337 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સે શાનદાર સદીઓ ફટકારીને ભારતીય બોલિંગ પર સંપૂર્ણ દબદબો જમાવ્યો.

શરૂઆતમાં અર્શદીપ અને હર્ષિત રાણાએ 5 રનમાં બે વિકેટ લઈને ભારતને સારી શરૂઆત અપાવી હતી. પરંતુ વિલ યંગ અને મિશેલે ઇનિંગ્સ સંભાળી લીધી.

પછી મિશેલ અને ફિલિપ્સ વચ્ચે ચોથી વિકેટ માટે 219 રનની વિશાળ ભાગીદારી થઈ, જેના કારણે ન્યુઝીલેન્ડ 300 પાર પહોંચ્યું.

ફિલિપ્સે 106 રન અને મિશેલે 137 રનની શાનદાર ઇનિંગ રમી. અંતમાં બ્રેસવેલે ઝડપી 28 રન ઉમેરીને સ્કોર 337 સુધી પહોંચાડ્યો.

Join WhatsApp

Join Now

Leave a Comment