સુરત: ગુજરાત CID ક્રાઈમે મગદલ્લા ગામમાં એક મકાનમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે. આ પાર્ટીમાં ડ્રગ્સ અને દારૂનો ઉપયોગ થઈ રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી નવ ગ્રામ એમડી ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજા અને દારૂની સાત બોટલો જપ્ત કરી છે. આ ઘટનામાં કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં નવ મહિલાઓ પણ સામેલ છે. Big action on ‘drugs party’ in Surat
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગાંધીનગર CID ક્રાઈમ પાસેથી મળેલી બાતમીના આધારે સુરત CIDએ મગદલ્લા ગામમાં દરોડો પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, અમિત કુમાર યાદવ નામના વ્યક્તિના ઘરમાં સ્પા અને મસાજ પાર્લરો સાથે જોડાયેલી યુવતીઓ સાથે રાત્રિના સમયે પાર્ટી યોજવામાં આવી રહી હતી.
ધરપકડ કરાયેલા લોકોમાં એન્જિનિયર, હીરા દલાલો, ડેટા પ્રોસેસર અને જમીન દલાલોનો સમાવેશ થાય છે. આ પાર્ટીમાં ઝડપાયેલી નવ મહિલાઓ તમામ ઉત્તર ભારતની રહેવાસી છે અને તેઓ ગામમાં રહીને સ્પામાં કામ કરતી હતી.
પોલીસે તમામ આરોપીઓ સામે ડ્રગનો કેસ નોંધ્યો છે અને આ મામલે વધુ તપાસ ચાલુ છે