જન્મ-મરણના દાખલ માટે હવે તકલીફ નહિ પડે હવે તરત જ નામ સુધરશે, સરકારે જાહેર કરી જાહેરાત

ગુજરાત રાજ્ય સરકારે 25 સપ્ટેમ્બર 2024ના રોજ જનમ-મરણ સર્ટિફિકેટમાં નામ સુધારા અંગેનું નવું જાહેરનામું બહાર પાડ્યું છે, જે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 30 જૂન 2015ના જાહેરનામાને અનુસરે છે. આ જાહેરનામું ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ની કલમ 36ના માધ્યમથી નાગરિકોને મદદરૂપ બનશે, જેમાં જનમ અને મરણના રજીસ્ટ્રારમાં નોંધ કરાવવી મહત્વની છે.

આ જાહેરનામા મુજબ:

  • જનમ અને મરણના પ્રમાણપત્રમાં ‘ઉર્ફે’ શબ્દનો ઉપયોગ કરીને બંને નામો દાખલ કરાય શકે છે.
  • જો કોઇ કારણસર આ બે નામોનો સ્વીકાર ન થાય, તો નાગરિકો રજીસ્ટ્રાર પાસે પૂરાવા સાથે અરજી કરી શકશે.
  • રજીસ્ટ્રાર તે પુરાવાઓની છાનબીન કરીને સુધારાની સત્યતા ચકાસશે અને બાદમાં બંને નામો રજીસ્ટરમાં દાખલ કરાશે.
  • આ નવું જાહેરનામું નાગરિકોની સમસ્યાઓને હળવી કરવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, અને તે રજીસ્ટ્રેશન પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાનું ધ્યેય ધરાવે છે.

Leave a Comment

સેમસંગે Galaxy S24 સિરીઝના બે નવા પાવરફુલ ફોન લોન્ચ કર્યા, જાણો ખાસ? લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ઉપાયથી ખાલી ખિસ્સા નોટોથી ભરાઈ જશે.