સુરતના સરથાણા વિસ્તારમાં ચાલી રહેલા નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ થયો છે. SOG (Special Operations Group) દ્વારા કરવામાં આવેલા દરોડામાં નકલી નોટો છાપવાનું મિની કારખાનું મળી આવ્યું હતું. પુલીસ આ દરોડા દરમિયાન 1,20,200 રૂપિયાની હાઈ ક્વોલિટી નકલી નોટો, તથા નોટો છાપવા માટેની સાધન સામગ્રી જપ્ત કરી છે.
આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બે સગા ભાઈઓ, ભાવેશ અને સાગર રાઠોડ સામેલ છે, જેઓ મુખ્ય રીતે નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા. અન્ય બે આરોપી રાહુલ ચૌહાણ અને પવન બાનોડે, નોટોની ડિલીવરી લેવા માટે આવ્યા હતા.
આ સમગ્ર નકલી નોટ છાપવાનું કામ ઑનલાઇન હોઝીયરી બિઝનેસની આડમાં ચાલી રહ્યું હતું. આરોપીઓએ યૂટ્યુબ પરની વિવિધ વીડિયોના આધાર પર નોટો બનાવવાનું શીખી લીધું હતું. SOG ટીમે épલ સ્ક્વેર બિલ્ડિંગમાં દરોડો પાડીને આ ગુનાનો પર્દાફાશ કર્યો.
પોલીસે આરોપીઓની પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે, 100 રૂપિયાની નોટો છાપવાનો મકસદ એ હતો કે એ નોટ પર લોકોને વધુ શંકા ન જાય. અગાઉ 500 રૂપિયાની નોટો છાપવા અને વહેંચવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હોવાથી આ નોટ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું.