ગુજરાતમાં વરસાદ અને કોલ્ડ વેવનું એલર્ટ, 13 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે Gujarat Weather Update: ગુજરાતનું હવામાન દરરોજ એક નવી રમત રમી રહ્યું છે. સતત વરસાદ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ફરી વધ્યું છે. ગુજરાતના અનેક શહેરોમાં ઠંડા પવનો ફૂંકાતાં શીત લહેરનો કહેર વધી રહ્યો છે. જેના કારણે આજે સવારથી જ હાડકાં ભરી દેનારી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સપ્તાહ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. અમદાવાદના હવામાન કેન્દ્રે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો હતો, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાત પ્રદેશમાં હવામાન સૂકું રહ્યું હતું. 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. Gujarat cold weather update today live
ભારે વરસાદની શક્યતા
▶️ઉત્તર ભારતમાં હિમ વર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં હાંડ થીજવતી ઠંડી
▶️ગુજરાતમાં પણ આજથી ઠંડીનું જોર વધ્યું,નલિયા 5.6 ડિગ્રી સાથે બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર
▶️તો રાજકોટમાં 9.3, અમદાવાદમાં 15,, તો ગાંધીનગરમાં નોંધાયુ 14 ડિગ્રી લઘુતમ તાપમાન
#weather #weatherforecast pic.twitter.com/ymiElVMdZO— AIR News Gujarat (@airnews_abad) December 29, 2024