શ્રીનગર: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે આજે (સોમવારે) પોતાનો ઢંઢેરો (મેનિફેસ્ટો) જાહેર કર્યો. આ પ્રસંગે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ તારિક હમીદ કારા અને કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના અધ્યક્ષ પવન ખેડા ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે આ ઢંઢેરો જનતાનો ઢંઢેરો ગણાવ્યો છે, જેમાં 22 જિલ્લાઓમાં લોકોથી મેળવેલા પ્રતિસાદને આવરી લેવામાં આવ્યો છે.
તારિક હમીદ કારાએ જણાવ્યું હતું કે, “આ મેનિફેસ્ટો ખરેખર જનતાનો મેનિફેસ્ટો છે. અમે જમ્મુ-કાશ્મીરના તમામ વર્ગોના લોકોનો સંપર્ક કરી, તેમનું માનસ અને સમસ્યાઓ જાણીને આ ઢંઢેરો તૈયાર કર્યો છે.”
ભાજપ પર પવન ખેડાનો પ્રહાર
કોંગ્રેસના પવન ખેડાએ આ પ્રસંગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે, “છેલ્લા 10 વર્ષથી કાશ્મીરની પરિસ્થિતિએ અનેક મુંદાઓ ઊભા કર્યા છે, અને હવે તે સમસ્યાઓને ઉકેલવાનો સમય આવી ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં એક નવી શરૂઆત થવાની છે, અને અમે લોકોય આગળ વધવા તૈયાર છીએ.”
પવન ખેડાએ વધુમાં જણાવ્યું કે, “દિલ્લીમાં છેલ્લા દસ વર્ષથી લોકોના અવાજને અવગણનારી સરકાર છે. પરંતુ અમે 22 જિલ્લાઓમાં જઈને લોકોથી પ્રત્યક્ષ વાતચીત કરીને આ મેનિફેસ્ટોને તૈયાર કર્યો છે, જે માત્ર કાગળના બંડલ નથી, પણ અમારો વચન છે.”