હવે ગાંધીનગર નજીક સરગાસણ, રાયસન, કુડાસન – બિલ્ડરો અને ઘર ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર

Which place is better to buy a flat Gandhinagar

હવે ગાંધીનગર નજીક સરગાસણ, રાયસન, કુડાસન – બિલ્ડરો અને ઘર ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર ગાંધીનગર ગિફ્ટ સિટી આજુબાજુના ગામમાં ત્રણ વર્ષ માટે 15000 યુનિટની સાથે અંદાજે 200 જેટલા પ્રોજેક્ટ બનશે . ભારતનું એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ગુજરાતના ગાંધીનગર ખાતે ગીત સિટીમાં આવેલું છે જેમાં રેલ સ્ટેટની સૌથી વધારે વિકાસ થયો છે અને ગાંધીનગરના આજુબાજુના ગામડાઓ જેમકે રાયસન ચુડાસણ સરગાસણ જેવા વિસ્તારોમાં ખૂબ જ પ્રગતિ અને વિકાસ થયો છે. Which place is better to buy a flat Gandhinagar

કેટલાક પ્રોપર્ટી નિષ્ણાંતો છે જેમણે ગીત સિટીની આજુબાજુના વિસ્તારમાં હાલમાં સારી તક છે અને પહેલા જ્યારે કોરોના આવ્યો હતો ત્યારે સૌથી ઓછા ભાવ હતા અને છેલ્લા ત્રણ થી ચાર વર્ષમાં પ્રોપર્ટીના ભાવ બમણા થઈ ગયા છે.

રોગચાળા પહેલા, ગિફ્ટ સિટી નજીક પ્રોપર્ટીના ભાવ પ્રતિ ચોરસ ફૂટ રૂ. 2,600 થી રૂ. 3,300 ની વચ્ચે બદલાતા હતા. હાલમાં, આ પ્રદેશોમાં ભાવ પ્રતિ ચોરસ ફૂટ રૂ. 3,500 થી રૂ. 4,600 ની વચ્ચે વધી ગયા છે, નિષ્ણાતો માને છે.

અમદાવાદના જે પ્રાઇમ એરીયા છે તેમની સરખામણીમાં ગાંધીનગરના આ વિસ્તારોમાં પ્રોપર્ટીનો પ્રોપર્ટી ની કિંમત ઓછી હોવાથી છેલ્લા ત્રણ થી ચાર વર્ષમાં ગિફ્ટ સિટીની આજુબાજુના જે પ્રીમિયમ એરીયા છે તેમની માંગમાં વધારો થયો છે અને આ વધતી માંગને પહોંચી વળવા માટે હવે ઘણા ખેલાડીઓ પ્રીમિયમ 4-BHK રહેણાંક ઓફરો સાથે આવી રહ્યા છે.

સ્વાગત ગ્રુપના CMD તરુણ વર્માએ મિરરને જણાવ્યું હતું કે, “રાયસન, કુડાસન અને સરગાસનમાં ઓછામાં ઓછા 200 રિયલ્ટી પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે. આમાંથી મોટાભાગના રહેણાંક પ્રોજેક્ટ્સ છે, જેમાં લગભગ 15,000 એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.

આવતા ત્રણ વર્ષમાં આ તમામ પ્રોજેક્ટ પુરા કરવામાં આવશે અને અમદાવાદમાં એવા ઘણા સ્થળો છે જેમની તુલનામાં ગાંધીનગરમાં 40% કિંમત ઓછી માનવમાં આવે છે જે બિલ્ડરો કહે છે કે ગાંધીનગરમાં મોટાભાગના રહેવા માટે જે પ્રોજેક્ટ છે તે કરોડો રૂપિયાના વિકાસથી બન્યા છે અને આ પ્રોજેક્ટ 300 થી 600 ફ્લેટના હોય છે અને જે ખરીદનારાઓ છે તેમને સૌથી સારી સુવિધા આપવામાં આવે છે.

ડેવલપર્સ ગાંધીનગરમાં 150 ચોરસ યાર્ડના 2-BHK ફ્લેટની કિંમત 50 લાખથી 60 લાખ રૂપિયાની વચ્ચે રાખે છે. 210-250 ચોરસ યાર્ડના 3-BHK ફ્લેટની કિંમત 75 લાખથી 1 કરોડ રૂપિયા અને 4-BHK ફ્લેટની કિંમત 1.25 કરોડથી 2 કરોડ રૂપિયાની વચ્ચે રહેશે.

Join WhatsApp

Join Now

Leave a Comment