ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં પડતી દસ્તાવેજી મુશ્કેલીઓ ઘટાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વિવિધ સરકારી સેવાઓ માટે અલગ-અલગ પ્રકારના સોગંદનામા રજૂ કરવાની જરૂર રહેશે નહીં. રાજ્યમાં એક જ સોગંદનામું માન્ય રાખવામાં આવશે, જેના કારણે અરજદારોનો સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. affidavit format gujarati 2026
સોગંદનામું એટલે શું
અત્યાર સુધી વિવિધ સરકારી વિભાગો, યોજનાઓ, પ્રમાણપત્રો અને અન્ય વ્યક્તિલક્ષી સેવાઓ માટે અલગ-અલગ લખાણ ધરાવતા સોગંદનામાં રજૂ કરવા પડતા હતા. જેના કારણે અરજદારોને વારંવાર નોટરી પાસે જવું પડતું હતું અને સમય તેમજ નાણાં બંનેનો વધારાનો ખર્ચ થતો હતો.
સોગંદનામું ફાયદો ?
નવી વ્યવસ્થા અમલમાં આવતા નીચેના લાભો મળશે:
- અલગ-અલગ સોગંદનામાંની જરૂરિયાત નહીં રહે
- દસ્તાવેજી પ્રક્રિયામાં સરળતા આવશે
- સમય અને ખર્ચમાં બચત થશે
- સરકારી કચેરીઓમાં વિલંબ ઘટશે
- સમગ્ર રાજ્યમાં એક જ ફોર્મેટ માન્ય રહેશે
- ઓનલાઈન અરજદારોને પણ સરળતા મળશે
ક્યાં-ક્યાં સ્વીકારવામાં આવશે સોગંદનામું ?
રાજ્ય સરકારના આદેશ મુજબ નવું યુનિવર્સલ સોગંદનામું નીચેના તમામ સ્થળોએ માન્ય રહેશે:
- જિલ્લા કચેરીઓ
- તાલુકા કચેરીઓ
- ગ્રામ પંચાયત સ્તરની સેવાઓ
- શહેરી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ
- જન સેવા કેન્દ્રો
- ડિજિટલ ગુજરાત પોર્ટલ
- અન્ય સરકારી સત્તાધિકારીઓ
સ્વઘોષણા અંગે શું નિયમ રહેશે?
સરકારે સ્પષ્ટતા કરી છે કે જે સેવાઓ માટે કાયદાકીય રીતે સોગંદનામું જરૂરી નથી, ત્યાં અગાઉની જેમ માત્ર સ્વઘોષણા (Self Declaration) જ માન્ય રહેશે.
અર્થાત્, જ્યાં નિયમ મુજબ સોગંદનામાની જરૂરિયાત નથી ત્યાં નાગરિકોને બિનજરૂરી રીતે સોગંદનામું રજૂ કરવાનું રહેશે નહીં.

ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ
નાગરિકોની સુવિધા માટે કાયદા વિભાગ દ્વારા આ નવું યુનિવર્સલ સોગંદનામું ગુજરાતી તેમજ અંગ્રેજી બંને ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેના કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો સરળતાથી તેનો ઉપયોગ કરી શકશે.
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ વહીવટી સુધારો
આ નિર્ણયને રાજ્ય સરકારના મહત્વપૂર્ણ વહીવટી સુધારા તરીકે જોવામાં આવી રહ્યો છે. એક જ સમાન સોગંદનામું અમલમાં આવતા દસ્તાવેજી પ્રક્રિયા સરળ બનશે, વહીવટી કાર્યક્ષમતા વધશે અને નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં ઓછો સમય લાગશે.









