PM Awas Yojana Apply Online 2026 | PMAY Urban 2.0 Gujarat | પીએમ આવાસ યોજના અરજી

પીએમ આવાસ યોજના

PM Awas Yojana Apply Online 2026: પીએમ આવાસ યોજના અર્બન 2.0 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, પાત્રતા, દસ્તાવેજો અને એપ્લિકેશન સ્ટેટસ તપાસવાની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં.

પોતાનું કાયમી ઘર માત્ર સપનું બની ગયું છે? દર મહિને ભાડું, અસ્થિર જીવન અને ભવિષ્યની અનિશ્ચિતત આ જ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY Urban 2.0) શરૂ કરી છે.

આ યોજના ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગ (EWS), ઓછી આવક જૂથ (LIG) અને મધ્યમ આવક જૂથ (MIG) પરિવારો માટે છે, જેથી દરેક ભારતીય પરિવાર પોતાનું ઘર બનાવી શકે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2026 શું છે?

PM Awas Yojana Apply Online 2026 એ કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજના છે, જેની શરૂઆત 17 સપ્ટેમ્બર 2024ના રોજ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને ઘર બનાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 ફોર્મ ભરવાના ચાલુ

નીચે આપેલી તમામ જગ્યાઓ માટે આવાસ યોજના હાથીજણ – અમદાવાદ પાટણ અંકલેશ્વર શાસ્ત્રીનગર-ભાવનગર ઘોંડલ અમરેલી મહુવા નવસારી જેતપુર વડોદરા – ગોરવા અને ગોત્રી મહેસાણા સુરત – છાપરાભાઠા, કોસાડ, અમરોલી, સચિન-કોસાડ અત્યારે જ માહિતી મેળવી ફોર્મ ભરી દેજો

PM Awas Yojana 2026 માટે કોણ અરજી કરી શકે?

જો તમે અરજી કરવાનું વિચારી રહ્યા હો, તો નીચેની પાત્રતા ખૂબ મહત્વની છે:

  • અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ
  • અરજદાર અથવા તેના પરિવારના નામે પહેલેથી કાયમી ઘર ન હોવું જોઈએ
  • પરિવારનો કોઈ સભ્ય આવકવેરો ભરનાર ન હોવો જોઈએ
  • પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ
  • એક પણ શરત પૂરી ન થાય તો અરજી રદ થઈ શકે છે.

PM Awas Yojana Gujarat 2026 આવક મર્યાદા

સરકારે આવકના આધારે લાભાર્થીઓને ત્રણ વર્ગમાં વહેંચ્યા છે:

  • EWS: વાર્ષિક આવક ₹3 લાખ સુધી
  • LIG: વાર્ષિક આવક ₹3 લાખથી ₹6 લાખ
  • MIG: વાર્ષિક આવક ₹6 લાખથી ₹9 લાખ
  • આ મર્યાદા મુજબ સહાયની રકમ પણ નક્કી કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2026 માટે જરૂરી દસ્તાવેજો

અરજી કરતા પહેલા આ દસ્તાવેજો તૈયાર રાખવા ખૂબ જરૂરી છે:

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • બેંક પાસબુક
  • આવક પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે)
  • સરનામાનો પુરાવો
  • જમીન અથવા પ્લોટના દસ્તાવેજ
  • મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

PM Awas Yojana Apply Online 2026 કેવી રીતે કરવી?

ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા સરળ છે, પરંતુ ધ્યાનપૂર્વક કરવી જરૂરી છે:

  • સત્તાવાર વેબસાઇટ https://pmay-urban.gov.in/ પર જાઓ
  • Apply For PMAY-U 2.0” પર ક્લિક કરો
  • પાત્રતા વાંચીને Continue કરો
  • આધાર નંબર દાખલ કરીને OTPથી ચકાસણી કરો
  • ફોર્મમાં વ્યક્તિગત અને ઘર સંબંધિત વિગતો ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • Submit બટન દબાવો

ફોર્મ સબમિટ થયા બાદ Application Number સાચવી રાખજો, એ ખૂબ જરૂરી છે.

PM Awas Yojana Application Status 2026 કેવી રીતે તપાસશો?

  • અરજી કર્યા પછી સ્ટેટસ ચકાસવા માટે: https://pmay-urban.gov.in/
    પર જાઓ
  • “Apply For PMAY Urban 2.0” પર ક્લિક કરો
  • “Track Application Status” પસંદ કરો
  • Application Number / આધાર / મોબાઈલ નંબર દાખલ કરો
  • Continue કરો
  • સ્ક્રીન પર તમારું વર્તમાન સ્ટેટસ દેખાશે.

Important Link PM Awas Yojana 2026

Link DescriptionDirect Link
Official WebsiteClick Here
Apply Online LinkClick Here
Check Beneficiary ListClick Here

Join WhatsApp

Join Now

Leave a Comment