મોદી સરકારની મોટી ભેટ, માર્ગ અકસ્માતમાં 15 લાખ સુધી મળશે મફત સારવાર, જાણો pm rahat yojana 2026

pm rahat yojana 2026

pm rahat yojana 2026 પ્રધાનમંત્રી Narendra Modiએ પોતાના નવા કાર્યાલય સરનામા “સેવા તીર્થ”થી પહેલો મહત્વપૂર્ણ નિર્ણય લેતા પીએમ રોડ એક્સિડેન્ટ વિક્ટિમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ (RAHAT) યોજનાને મંજૂરી આપી છે.

આ પગલાને માર્ગ અકસ્માતોમાં સમયસર સારવારના અભાવે થતા મૃત્યુ ઘટાડવા તરફ મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે.

પીએમ રાહત યોજના શું છે?

પીએમ રાહત યોજના હેઠળ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા કોઈપણ વ્યક્તિને ₹1.5 લાખ સુધીની કેશલેસ સારવાર આપવામાં આવશે.

યોજનાનો મુખ્ય હેતુ એ છે કે તાત્કાલિક તબીબી સહાયના અભાવે કોઈ પણ નાગરિક પોતાનો જીવ ન ગુમાવે.

પીએમ રાહત યોજના પીડિતોને કઈ સારવાર મળશે?

  • સરકારી માર્ગદર્શિકા અનુસાર, અકસ્માત પીડિતોને નીચે મુજબ સારવાર મળશે:
  • જીવન માટે જોખમી ન હોય તેવા કિસ્સામાં 24 કલાક સુધી સ્થિરીકરણ સારવાર આપવામાં આવશે.
  • ગંભીર અને જીવલેણ પરિસ્થિતિમાં આ સમયગાળો 48 કલાક સુધી લંબાવવામાં આવશે.
  • સારવારનો સમગ્ર ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. પીડિત કે તેમના પરિવારને કોઈ રકમ ચૂકવવાની રહેશે નહીં.

પીએમ રાહત યોજના હોસ્પિટલને ચુકવણી કેવી રીતે થશે?

સારવાર પૂર્ણ થયા પછી સંબંધિત હોસ્પિટલ ડિજિટલ પ્લેટફોર્મ પર દાવો દાખલ કરશે. સરકાર દ્વારા ચકાસણી બાદ સીધું વળતર ચૂકવવામાં આવશે.

આ પ્રક્રિયા સંપૂર્ણપણે કેશલેસ રહેશે અને પીડિતોને કોઈ વહીવટી તકલીફ નહીં પડે.

પીએમ રાહત યોજના યોજનાના મહત્વપૂર્ણ મુદ્દા

  • આ યોજના માટે કોઈ પૂર્વ નોંધણી જરૂરી નથી.
  • કોઈ વીમા પોલિસી હોવી જરૂરી નથી.
  • કોઈ આવક પ્રમાણપત્રની માંગ નથી.
  • આ યોજના દરેક નાગરિક માટે સમાન રીતે લાગુ પડશે.
  • મહત્તમ કવરેજ ₹1.5 લાખ સુધી રહેશે અને 7 દિવસ સુધીની સારવાર સુવિધા મળશે.
  • ફક્ત સરકાર દ્વારા સૂચિબદ્ધ હોસ્પિટલોમાં કેશલેસ સારવાર ઉપલબ્ધ રહેશે. લાંબા ગાળાના પુનર્વસન માટે વધારાના ભંડોળની જરૂર પડી શકે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment