Saif Ali Khan Case Updates:અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા કેસમાં મહત્વની અપડેટ સામે આવી છે જેમાં આરોપી શરીફુલ ઇસ્લામના ફિંગરપ્રિન્ટ મેચ થયા ગયા હોવાનું સામે આવ્યું છે મળતી વિગતો અનુસાર ચહેરા ના મેચિંગ બાદ ગુનાના સ્થળેથી મળેલા ફિંગર પ્રિન્ટ પણ આરોપીઓ સાથે મેચ થઈ ગયા છે આવી સ્થિતિમાં હવે ધીમે ધીમે પુષ્ટિ થઈ રહી છે કે શરીફુલ દ્વારા જ સેફલીખાન પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સૈફ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થયો હતો
હજુ સુધી જે અંતિમ રિપોર્ટ છે તે આવવાના બાકી છે થોડા રિપોર્ટ સામે આવ્યા છે અંતિમ રિપોર્ટ ફિંગર પ્રિન્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અગાઉ મુંબઈ પોલીસે આર્થર રોડ જેલમાં ઓળખ પરેડ યોજી હતી જેમાં અભિનેતાના ઘરના સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા અને તેઓએ આરોપીને ઓળખ કરી હતી ત્યારબાદ તેમના ફિંગર પ્રિન્ટ અંગે રિપોર્ટ આવવાનો બાકી હતો જે હાલમાં સામે આવ્યો છે અને તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીના ફિંગર પ્રિન્ટ મેચ થઈ ગયા છે
વધુમાં જણાવી દઈએ તો શરીફુલને કોર્ટમાં રજૂ કરતી વખતે પોલીસે જણાવ્યું હતું બાંગ્લાદેશથી ભારત આરોપી આવ્યો છે અને મુંબઈ પહોંચતા પહેલા જ તેમને કલકત્તાના અલગ અલગ જગ્યાએ રહેતો હતો ત્યારબાદ સેફલીખાન પર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપી ન્યાય કસ્ટડીમાં હાલ છે છેલ્લી વખત જ્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે આરોપીની કસ્ટડીની માંગ કરી હતી પરંતુ માયજીસ્ટેસ પોલીસ કસ્ટડી આપવાનો ઇનકાર કરી દીધો હતો હવે અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે