Gujarat Vahali Dikri Yojana: ગુજરાત સરકાર દ્વારા ભવિષ્ય માટે અને શિક્ષણ અને લગ્ન માટે આર્થિક સહાયતા પૂરી પાડવા માટે વહાલી દિકરી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ગુજરાતની તમામ દીકરીઓને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે તેમના ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અને તેમના ઉજ્જવલ ભવિષ્ય માટે આ યોજના શરૂ કરવામાં આવી છે
આ યોજનાનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યની તમામ દીકરીઓ આર્થિક રીતે અને સામાજિક રીતે મજબૂર છે અથવા ગરીબ પરિવારની દીકરીઓ છે જેવો ઓઝવલ ભવિષ્ય માટે શિક્ષણ મેળવવા માંગે છે તેમને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે આ સાથે જ લગ્ન માટે પણ નાણાકીય સહાયતા આપવામાં આવે છે સરકાર તમામ દીકરીઓને આત્માન નિર્ભર બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે
ગુજરાત વહલી દિકરી યોજનાના લાભો
વહાલી દીકરી યોજના માટે લાભ અંગેની વિગતો વિશે વાત કરીએ તો પ્રથમ અને બીજી દીકરીને રૂપિયા 1,10,000ની નાણાકીય સહાયતા આપવામાં આવે છે આ રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે પહેલો હપ્તો જ્યારે દીકરી શાળામાં પ્રવેશ કરે ત્યારે અને બીજો હપ્તો ધોરણ 10 પૂરો થાય ત્યારે આપવામાં આવે છે. આ સાથે છેલ્લો હપ્તો લગ્ન સમયે એટલે કે દીકરી 18 વર્ષની થાય ત્યારે તેમને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે આ સહાયનો હેતુ દીકરીઓને વધુ શૈક્ષણિક તકો આપવા માટે અને ભવિષ્યમાં આત્મનિર્ભર બનાવવા માટે આ યોજનાનો લાભ પ્રોવાઇડ કરવામાં આવે છે
વ્હાલી દીકરી યોજના હેઠળ સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે:
- પ્રથમ હપ્તો: ધોરણ 1માં પ્રવેશ સમયે ₹4,000/- મળશે.
- બીજો હપ્તો: ધોરણ 9માં પ્રવેશ સમયે ₹6,000/- મળશે.
- ત્રીજો (છેલ્લો) હપ્તો: દીકરી 18 વર્ષની થાય ત્યારે ₹1,00,000/- સહાય મળશે, જે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે ઉપયોગ કરી શકાશે.
( શરત: દીકરીનું બાળલગ્ન ન થયેલું હોવું જોઈએ.)
Gujarat Vahali Dikri Yojana માટે અરજી કરવાની પ્રક્રિયા
આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા તમે બાળ વિકાસ વિભાગમાં જઈને અરજી કરી શકો છો અથવા અધિકારીક વેબસાઈટ પર જઈને તમે અરજી ફોર્મ ભરી શકો છો જરૂરી તમામ માહિતી અને વિગતો અને ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરીને તમે ઓનલાઈન અરજી કરી શકો છો સૌથી સરળ રસ્તો એ છે કે તમે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં જઈને અરજી કરો જ્યાં તમને આ યોજના વિશે વધુ વિગતો મળી જશે