ગાંધીનગરમાં પાલતુ શ્વાનના બચકાં બાદ 4 માસ પછી હડકવા ફાટ્યો, 19 દિવસની સારવાર પછી મહિલાનું મોત

Retired IAS officer's daughter dies of rabies in Gandhinagar

ગાંધીનગરમાંથી એક હૃદયસ્પર્શી અને ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. શહેરની એક નિવૃત્ત IAS અધિકારીની પુત્રી, વ્યવસાયે શિક્ષિકા,ને ચાર મહિના પહેલાં પાલતુ શ્વાનના બચકાં બાદ હડકવા થયો અને લાંબી સારવાર પછી તેમનું દુઃખદ અવસાન થયું છે. Retired IAS officer’s daughter dies of rabies in Gandhinagar

પ્રાપ્ત માહિતી મુજબ, આશરે ચાર મહિના પહેલા તેઓ પોતાની શાળામાં હતા ત્યારે ત્યાંના સિક્યુરિટી ગાર્ડ પાસે રહેલા Beagle બ્રીડના પાલતુ શ્વાનને પંપાળી રહ્યા હતા. આ દરમિયાન અચાનક શ્વાને તેમને બચકું ભર્યું હતું.

શ્વાન પાલતુ હતું અને ઘા પણ બહુ ઊંડો ન હોવાથી, તેમણે હડકવા વિરોધી રસી લેવાની અવગણના કરી.

પરંતુ ડિસેમ્બરના અંતમાં તેમની તબિયત અચાનક બગડી. પાણીથી ડર લાગવો, ગળામાં અજીબ ખીંચાણ, બેચેની – જેવા લક્ષણો દેખાતા પરિવાર ચોંકી ઉઠ્યો.

31 ડિસેમ્બરે ભાટ નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ હડકવાની પુષ્ટિ કરી.

લગભગ 19 દિવસ સુધી જીવ અને મોત વચ્ચે સંઘર્ષ ચાલ્યો, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યાં. અંતે, 17 જાન્યુઆરી 2026ના રોજ તેમનું અવસાન થયું.

હડકવાની ગંભીરતા અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, મૃતકના અંતિમ સંસ્કાર સેક્ટર-30ના સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં કરવામાં આવ્યા હતા.

ચોંકાવનારી વાત એ છે કે, જે Beagle શ્વાને બચકું ભર્યું હતું, તેને પણ ઓક્ટોબર 2025માં હડકવો થયો હતો અને તેનું મોત થયું હતું. શાળા દ્વારા ત્યારે રસી લેવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ સમય વીતી જવાથી આ ગંભીરતા સમજાઈ નહીં.

આ ઘટના એક કડક સંદેશ આપે છે –
શ્વાન પાલતુ હોય કે રસ્તાનો, બચકાં બાદ રસી લેવુ ક્યારેય અવગણવું નહીં.

વધુ સમાચારો અને વિશ્વસનીય માહિતી માટે Gujarat Square News સાથે જોડાયેલા રહો.

Join WhatsApp

Join Now

Leave a Comment