જન્મના દાખલામાં હવે માતાનું નામ લખી શકાશે, સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય

Birth certificate gujarat

ગુજરાતમાં જન્મ અને મરણના દાખલામાં નામ સુધારવા મુદ્દે વર્ષોથી ચાલતી ગૂંચવણ હવે દૂર થવાની છે. રાજ્ય સરકારે નાગરિકોને સીધી રાહત આપે એવો એક મોટો અને સમયોચિત નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા 26 નવેમ્બર, 2025ના રોજ નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે. Birth certificate gujarat

સમાજમાં બદલાતા કુટુંબ બંધારણ, સિંગલ પેરેન્ટ્સની વધતી સંખ્યા અને વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ હવે બાળકના જન્મના દાખલામાં પિતાના સ્થાને માતાનું નામ નોંધાવવાની મંજૂરી મળશે. રાજકોટ મહાનગરપાલિકાએ આ નિયમોની અમલવારી શરૂ કરી દીધી છે, જ્યારે અન્ય નગરપાલિકાઓ અને પંચાયતો પણ ટૂંક સમયમાં તેનો અમલ કરશે.

2019 પહેલા નોંધાયેલા દાખલાઓમાં અમલ, હજારો પરિવારોને રાહત

સરકારી માહિતી મુજબ ટેક્નિકલ કારણોસર 2019 પછીનો તમામ ડેટા પુનઃપ્રાપ્ત થતો ન હોવાથી, હાલ માટે 2019 પહેલા નોંધાયેલા જન્મના દાખલાઓમાં ‘સિંગલ પેરેન્ટ’ સંબંધિત નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી એવા ઘણા પરિવારોને રાહત મળશે, જેમને અત્યાર સુધી નામ સુધારવા માટે વારંવાર કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા.

કસ્ટડી માતા પાસે હોય તો નામમાં ફેરફાર શક્ય

છૂટાછેડા લીધેલા દંપતીના કેસમાં જો બાળકની કસ્ટડી માતા પાસે હોય, તો જન્મ પ્રમાણપત્રમાં બાળકના નામ પાછળ માતાનું નામ અને માતાની અટક લખી શકાશે. પિતાનું નામ નોંધમાં રહેશે, પરંતુ બાળકના સંપૂર્ણ નામની રચનામાં તેને વૈકલ્પિક રાખવાની છૂટ આપવામાં આવી છે.

હવે એકથી વધુ વખત સુધારો શક્ય

નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ રાહત એ છે કે હવે જન્મ-મરણના દાખલામાં એકથી વધુ વખત સુધારો કરી શકાશે. અગાઉ 2007ના નિયમો મુજબ માત્ર એક જ વખત સુધારાની મંજૂરી હતી, પરંતુ નવા પરિપત્ર બાદ યોગ્ય દસ્તાવેજો અને આધાર પુરાવા સાથે ફરીવાર સુધારો કરાવી શકાશે.

નામની રચનામાં વધુ સ્વતંત્રતા

નવા નિયમો અનુસાર હવે નામ ગોઠવવામાં પણ લવચિકતા આપવામાં આવી છે. ફરજિયાત પિતાનું નામ લખવાનું બંધન દૂર કરવામાં આવ્યું છે. નાગરિકો પોતાની સામાજિક સ્થિતિ અને પસંદગી મુજબ બાળકનું નામ, અટક સાથેનું નામ, અથવા અટક + બાળકનું નામ + પિતાનું નામ જેવી વિવિધ રીતે નામ નોંધાવી શકશે.

Join WhatsApp

Join Now

Leave a Comment