ગુજરાત સરકાર દ્વારા રાજ્યની વિદ્યાર્થિનીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય આપવામાં આવે છે. Namo Laxmi Yojana Gujarat status check Online
હવે આ યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીઓને પોતાની શિષ્યવૃત્તિનું પેમેન્ટ સ્ટેટસ જાણવા માટે શાળાના શિક્ષકો પર આધાર રાખવો નહીં પડે. વિદ્યાર્થીઓ ઓનલાઇન પોર્ટલ દ્વારા પોતાની શિષ્યવૃત્તિની ચુકવણીની સ્થિતિ જાણી શકશે.
નમો લક્ષ્મી યોજનામાં કેટલી સહાય મળે છે?
ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ચાર વર્ષ દરમિયાન કુલ ₹50,000ની આર્થિક સહાય આપવામાં આવે છે.
| ધોરણ | મળવાપાત્ર સહાય |
|---|---|
| ધોરણ 9 | ₹10,000 |
| ધોરણ 10 | ₹10,000 |
| ધોરણ 11 | ₹15,000 |
| ધોરણ 12 | ₹15,000 |
| કુલ સહાય | ₹50,000 |
આ સહાયમાં ધોરણ 9 અને 10માં દર મહિને ₹500 પ્રમાણે 10 મહિનાની સહાય તથા વાર્ષિક પરીક્ષા પાસ કર્યા બાદ ₹5,000 આપવામાં આવે છે.
જ્યારે ધોરણ 11 અને 12માં દર મહિને ₹750 પ્રમાણે 10 મહિનાની સહાય તથા વાર્ષિક પરીક્ષા પાસ કર્યા બાદ ₹7,500 આપવામાં આવે છે.
હવે ઘરે બેઠાં ઓનલાઇન જાણી શકાશે સ્કોલરશિપનું સ્ટેટસ
અત્યાર સુધી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના પૈસા બેંક ખાતામાં જમા થયા છે કે નહીં તેની માહિતી મેળવવા માટે શાળાના શિક્ષકોનો સંપર્ક કરવો પડતો હતો.
પરંતુ હવે વિદ્યાર્થીઓ ઓનલાઇન પોર્ટલની મદદથી પોતાની શિષ્યવૃત્તિનું પેમેન્ટ સ્ટેટસ જાણી શકશે. આ ઉપરાંત પેમેન્ટ ફેલ થયું હોય તો તેની માહિતી પણ મેળવી શકશે.
સ્કોલરશિપનું પેમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? નમો લક્ષ્મી યોજના પેમેન્ટ સ્ટેટસ
અખબારમાં આપેલી માહિતી મુજબ વિદ્યાર્થીઓ નીચેની વેબસાઇટની મુલાકાત લઈને પેમેન્ટની વિગતો ચકાસી શકશે.
- સૌપ્રથમ સત્તાવાર Gujarat VSK Portal પોર્ટલની મુલાકાત લો.
- ત્યાં 18 અંકનો CTS નંબર દાખલ કરો.
- સંબંધિત મહિનાના પેમેન્ટની વિગતો તપાસો.
- શિષ્યવૃત્તિનું પેમેન્ટ થયું છે કે નહીં તેની માહિતી મેળવો.VSK પોર્ટલ ખોલો
વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સૂચના
વિદ્યાર્થીઓએ પોતાનો 18 અંકનો CTS નંબર તૈયાર રાખવો જોઈએ. પોર્ટલ પર પેમેન્ટ સ્ટેટસ તપાસતી વખતે જો કોઈ ભૂલ અથવા પેમેન્ટ ફેલ થયાની માહિતી મળે તો શાળા દ્વારા જરૂરી વિગતોની તપાસ કરાવવી.












