Pm kisan Yojana new Registration 2026: પીએમ કિસાન રજીસ્ટ્રેશન રૂ.2000નો હપ્તો

Pm kisan Yojana new Registration 2026

ભારત એક કૃષિ આધારિત દેશ છે. ગામડાંમાં રહેતા લાખો પરિવાર આજે પણ ખેતી પર નિર્ભર છે. પરંતુ ઘણીવાર નાના અને સીમાંત ખેડૂત ભાઈઓને પાક વાવણી, ખાતર, બીજ કે અન્ય ખેતી ખર્ચ માટે પૂરતા પૈસા મળતા નથી. આવી પરિસ્થિતિમાં સરકાર તરફથી મળતી નાણાકીય સહાય ખૂબ જ મહત્વની બની જાય છે. Pm kisan Yojana new Registration 2026

એટલા માટે જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana) શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે. હાલમાં ઘણા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રૂ.2000નો હપ્તો મળવાની રાહ છે.

PM-KISAN યોજના શું છે?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી.

  • આ યોજનાનો મુખ્ય હેતુ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનું છે.
  • આ યોજના હેઠળ ખેડૂતોને દર ચાર મહિને ₹2000નો હપ્તો આપવામાં આવે છે. એટલે કે વર્ષ દરમિયાન કુલ ત્રણ હપ્તા મળે છે.
  • તે મુજબ દરેક ખેડૂતને વર્ષ દરમિયાન કુલ ₹6000ની નાણાકીય સહાય આપવામાં આવે છે.
  • 2019થી લઈને અત્યાર સુધીમાં લાખો ખેડૂતોના ખાતામાં ઘણા હપ્તા જમા થઈ ચૂક્યા છે અને આ યોજના સતત ચાલુ છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ડીટેલ

યોજના નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
ઉદ્દેશનાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય આપવી
લાભાર્થી2 હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂત પરિવાર
સહાયવર્ષે ₹6000 (₹2000ના ત્રણ હપ્તા)
પેમેન્ટ મોડDBT દ્વારા સીધા બેંક ખાતામાં
સત્તાવાર વેબસાઈટpmkisan.gov.in

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2000 નો 22મો હપ્તો ક્યારે મળશે?

અત્યાર સુધીમાં 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો.

હાલ સુધી સરકાર દ્વારા 22મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અગાઉના પેટર્ન પ્રમાણે અંદાજ લગાવવામાં આવે તો આગામી હપ્તો ફેબ્રુઆરીથી માર્ચ 2026 વચ્ચે આવી શકે છે.

સામાન્ય રીતે PM Kisan યોજના હેઠળ હપ્તા વર્ષમાં ત્રણ વખત આપવામાં આવે છે.

સમયગાળોહપ્તો
એપ્રિલ – જુલાઈપ્રથમ હપ્તો
ઓગસ્ટ – નવેમ્બરબીજો હપ્તો
ડિસેમ્બર – માર્ચત્રીજો હપ્તો

હપ્તો જમા થયા બાદ ખેડૂતના મોબાઈલ નંબર પર SMS દ્વારા માહિતી પણ આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો મુખ્ય હેતુ

  • PM Kisan યોજના ખેડૂતોને ખેતી પહેલા થતો ખર્ચ સંભાળવામાં મદદ કરે છે.
  • ખાતર ખરીદવું, બીજ લેવા, દવા ખરીદવી કે પાક માટેની તૈયારી કરવી – આ બધામાં નાણાંની જરૂર પડે છે.
  • સરકાર DBT (Direct Benefit Transfer) દ્વારા સીધા ખેડૂતના બેંક ખાતામાં પૈસા મોકલે છે.
  • આ કારણે દલાલો કે મધ્યસ્થીઓની જરૂર રહેતી નથી.
  • નાના ખેડૂત પરિવાર માટે આ યોજના ખાસ કરીને ખૂબ ઉપયોગી સાબિત થઈ છે.

PM Kisan Yojanaમાં કોણ લાભ લઈ શકે?

  • આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક શરતો છે.
  • નાના અને સીમાંત ખેડૂત પરિવાર જેમની પાસે 2 હેક્ટર સુધી ખેતી જમીન હોય તે પાત્ર ગણાય છે.
  • ખેડૂત પરિવાર એટલે પતિ, પત્ની અને નાબાલિક સંતાનો.લાભ મેળવવા માટે આધાર કાર્ડ અને બેંક ખાતું જોડાયેલું હોવું જરૂરી છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કોણ પાત્ર નથી?

  • કેટલાક લોકો આ યોજનાના લાભ માટે પાત્ર નથી.
  • સરકારી નોકરીમાં કામ કરતા લોકો.
  • રાજકીય હોદ્દા ધરાવતા લોકો જેમ કે મેયર અથવા નગરપાલિકા પ્રમુખ.
  • મોટા પેન્શન મેળવનાર લોકો.
  • ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ જેવા પ્રોફેશનલ્સ.
  • સંસ્થાકીય જમીન માલિકો પણ આ યોજનામાં પાત્ર નથી.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જરૂરી દસ્તાવેજો

  • જમીનનો રેકોર્ડ (7/12, 8A)
  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • મોબાઈલ નંબર

એક મહત્વપૂર્ણ વાત એ છે કે e-KYC કરાવવું ફરજિયાત છે, નહિતર હપ્તો અટકી શકે છે.

PM Kisan યોજના માટે નોંધણી કેવી રીતે કરવી?

  • જો તમે આ યોજનાના પાત્ર છો તો તમે સરળતાથી નોંધણી કરી શકો છો.
  • ખેડૂત ગ્રામ પંચાયત અથવા તાલુકા ખેતી કચેરીમાં જઈને નોંધણી કરાવી શકે છે.
  • નજીકના CSC (Common Service Center) પરથી પણ અરજી કરી શકાય છે.આ ઉપરાંત તમે pmkisan.gov.in પર જઈને Farmer Corner વિભાગમાંથી સ્વ-નોંધણી પણ કરી શકો છો.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

ઘરે બેઠા તમે સરળતાથી તમારા હપ્તાનો સ્ટેટસ ચેક કરી શકો છો.

  • સૌપ્રથમ pmkisan.gov.in વેબસાઈટ પર જાઓ.
  • તે પછી Beneficiary Status વિકલ્પ પસંદ કરો.
  • પછી આધાર નંબર, મોબાઈલ નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર નાખો.
  • Submit પર ક્લિક કર્યા પછી તમારા હપ્તાની માહિતી સ્ક્રીન પર દેખાશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હપ્તો કેમ અટકે છે?

  • ઘણા ખેડૂત ભાઈઓનો પ્રશ્ન હોય છે કે હપ્તો કેમ અટકી જાય છે.
  • મુખ્ય કારણોમાં આધાર કાર્ડમાં નામ ખોટું હોવું, બેંક વિગતો ખોટી હોવી અથવા જમીનનો રેકોર્ડ અપડેટ ન હોવો સામેલ છે.
  • ક્યારેક એક જ પરિવારના બે લોકો અરજી કરે ત્યારે પણ હપ્તો અટકી શકે છે.
  • એટલા માટે તમામ માહિતી સાચી અને અપડેટ રાખવી ખૂબ જરૂરી છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હપ્તો નથી મળતો તો શું કરવું?

  • જો તમારો હપ્તો બંધ થઈ ગયો હોય તો તમે હેલ્પલાઇનનો સંપર્ક કરી શકો છો.
  • તમે pmkisan-ict@gov.in પર ઇમેઇલ કરી શકો છો.
  • અથવા નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો.
  • PM-KISAN Toll Free: 1800-11-55266
    Helpline: 155261 / 011-24300606

સ્થાનિક તાલુકા ખેતી કચેરી પણ મદદરૂપ બની શકે છે.

ખેડૂતો માટે ઉપયોગી સૂચનો

  • ખાતાની માહિતી અને આધારમાં નામ એકસરખું હોવું જોઈએ.
  • નિયમિત રીતે PM Kisan પોર્ટલ પર સ્ટેટસ ચેક કરવું.
  • ક્યારેય દલાલોને પૈસા ન આપો કારણ કે નોંધણી પ્રક્રિયા મફત છે.
  • સરકારી પોર્ટલ અથવા CSC સેન્ટર પરથી જ નોંધણી કરાવવી.

PM Kisan Yojana FAQs

શું PM Kisan યોજનામાં સ્વ-નોંધણી કરી શકાય?

હા. ખેડૂત pmkisan.gov.in પર જઈને Farmer Corner વિભાગમાંથી નવી નોંધણી કરી શકે છે.

શું e-KYC ફરજિયાત છે?

હા. PM Kisan યોજના હેઠળ નાણાં મેળવવા માટે e-KYC પૂર્ણ કરવું ફરજિયાત છે.

શું દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે?

ના. આ યોજના માત્ર નાના અને સીમાંત ખેડૂતો માટે છે.

હેલ્પલાઇન નંબર શું છે?

PM Kisan સંબંધિત સહાય માટે 155261 અથવા 011-24300606 નંબર પર સંપર્ક કરી શકાય છે.

ખેડૂત મિત્રો માટે આ યોજના ખરેખર એક મોટી મદદ છે. ખેતીમાં આવતો ખર્ચ ઘણીવાર પરિવાર માટે ભાર બની જાય છે. આવા સમયે સરકાર તરફથી મળતા ₹2000ના હપ્તા નાના ખેડૂત માટે મોટી રાહત બની શકે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment