વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા-જાપાન જૉઇન્ટ ઇકોનોમિક ફોરમ દરમિયાન હરિયાણાના IMT ખરખૌદામાં મારુતિ સુઝુકી ઇન્ડિયાના અતિ આધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે જાપાનના વડાપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. PM Modi inaugurated the Maruti Suzuki Kharkhoda plant
લગભગ 800 એકર વિસ્તારમાં ફેલાયેલા આ પ્લાન્ટમાં ₹35,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત થયા બાદ અહીં દર વર્ષે 10 લાખ કારનું ઉત્પાદન થશે અને 21,000થી વધુ લોકોને સીધો રોજગાર મળવાની સંભાવના છે.
દેશના સૌથી મોટા કાર ઉત્પાદન લક્ષ્ય તરફ મોટું પગલું
ખરખૌદા પ્લાન્ટ મારુતિ સુઝુકીની મેન્યુફેક્ચરિંગ વિસ્તરણ વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ છે. કંપનીનું લક્ષ્ય આગામી સમયમાં કુલ 40 લાખ વાહનોની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનો છે. કંપનીના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ ‘Make in India, Make for the World’ અભિયાનને વધુ ગતિ આપશે અને ભારતમાંથી વાહનોની નિકાસમાં પણ વધારો કરશે. PM Modi inaugurated the Maruti Suzuki Kharkhoda plant
‘મેક ઇન ઇન્ડિયા’ની સફળતાનું પ્રતીક
સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રમુખ તોશિહિરો સુઝુકીએ જણાવ્યું કે ખરખૌદાનો પ્લાન્ટ વિશ્વના સૌથી આધુનિક કાર મેન્યુફેક્ચરિંગ કેન્દ્રોમાં સ્થાન મેળવશે. હાલની 5 લાખ યુનિટની ક્ષમતાને વધારીને 10 લાખ યુનિટ કરવામાં આવશે, જે ભારત-જાપાન ભાગીદારી અને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે.
તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અનુકૂળ ઔદ્યોગિક નીતિઓને કારણે કંપની ભારતમાં વધુ રોકાણ, રોજગાર, નિકાસ અને નવી ટેક્નોલોજી લાવવા માટે પ્રતિબદ્ધ છે.
હાલમાં જ શરૂ થયું છે ઉત્પાદન
ખરખૌદા પ્લાન્ટના બે ઉત્પાદન એકમોમાં કોમર્શિયલ પ્રોડક્શન પહેલેથી શરૂ થઈ ગયું છે. દરેક એકમની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 2.5 લાખ કાર છે, એટલે કે હાલ કુલ 5 લાખ કારનું વાર્ષિક ઉત્પાદન થઈ રહ્યું છે.
મારુતિ સુઝુકીની હાલની કુલ ઉત્પાદન ક્ષમતા 26.5 લાખ વાહનો પ્રતિ વર્ષ છે, જેમાં હરિયાણાના ગુરુગ્રામ, માનેસર અને ખરખૌદા ઉપરાંત ગુજરાતના હાંસલપુર પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. નવા વિસ્તરણ બાદ ખરખૌદા પ્લાન્ટ સુઝુકીના વિશ્વના સૌથી મોટા ઉત્પાદન કેન્દ્રોમાં સામેલ થશે.
AI ટેક્નોલોજી અને રોબોટ્સથી સજ્જ સ્માર્ટ ફેક્ટરી
કંપનીએ આ પ્લાન્ટને Industry 5.0 ટેક્નોલોજી આધારિત સ્માર્ટ ફેક્ટરી તરીકે વિકસાવ્યો છે. અહીં AI આધારિત કોબોટ્સ (Collaborative Robots) માણસો સાથે મળીને કામ કરશે.
આ ઉપરાંત પ્લાન્ટમાં:
- 100% રિન્યૂએબલ વીજળીનો ઉપયોગ
- ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમ
- 100% પાણીનું રિસાયક્લિંગ
- આધુનિક ઓટોમેશન ટેક્નોલોજી
જેવી પર્યાવરણમૈત્રી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
હાલમાં કયા મોડલનું ઉત્પાદન થાય છે?
મારુતિ સુઝુકી હાલમાં ખરખૌદા પ્લાન્ટમાં બ્રેઝા SUV અને વિટારા આધારિત મિડ-સાઇઝ SUVનું ઉત્પાદન કરી રહી છે. આગામી સમયમાં કંપની અહીં અન્ય નવા મોડલ્સનું પણ ઉત્પાદન શરૂ કરી શકે છે.











