ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા HSC સામાન્ય પ્રવાહ બોર્ડ પરીક્ષા 2026 માટેનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 ટાઈમ ટેબલ 2026 Gseb 12 science time table 2026 gujarat board
ધોરણ 12 વિદ્યાર્થી જીવનનો સૌથી નિર્ણાયક સમય હોય છે. કોલેજ, કારકિર્દી અને ભવિષ્યની દિશા આ વર્ષના પરિણામ પર આધાર રાખે છે. આવા સમયે પરીક્ષાનું ચોક્કસ સમયપત્રક હાથમાં હોવું વિદ્યાર્થીઓ માટે મોટી રાહત સમાન છે.
26 ફેબ્રુઆરીથી શરૂ થશે સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ
ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી, 2026થી શરૂ થઈને 16 માર્ચ, 2026 સુધી યોજાશે. વિવિધ વિષયોની પરીક્ષાઓ અલગ અલગ તારીખે રાખવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને તૈયારી માટે પૂરતો સમય મળી રહે. ગુજરાત બોર્ડ પરીક્ષા 2026 ટાઈમ ટેબલ ધોરણ 12

ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષા ટાઈમ ટેબલ 2026 Gseb 12 science time table 2026
- 26 ફેબ્રુઆરીએ અર્થશાસ્ત્રની પરીક્ષા લેવામાં આવશે.
- 28 ફેબ્રુઆરીએ વાણિજ્ય વ્યવસ્થાનો પેપર રહેશે.
- 4 માર્ચે નામાના મૂળતત્વોની પરીક્ષા યોજાશે.
- 5 માર્ચે મનોવિજ્ઞાનનો વિષય રહેશે.
- 6 માર્ચે સમાજશાસ્ત્રની પરીક્ષા લેવાશે.
- 7 માર્ચે ગુજરાતી અથવા અંગ્રેજી (દ્વિતીય ભાષા)નું પેપર રહેશે.
- 9 માર્ચે આંકડાશાસ્ત્રની પરીક્ષા થશે.
- 10 માર્ચે ગુજરાતી (પ્રથમ ભાષા)નું પેપર રહેશે.
- 11 માર્ચે હિન્દી (દ્વિતીય ભાષા)ની પરીક્ષા યોજાશે.
- 12 માર્ચે સેક્રેટરી પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર રહેશે.
- 13 માર્ચે ભૂગોળનો પેપર લેવામાં આવશે.
- 14 માર્ચે કોમ્પ્યુટર વિષયની પરીક્ષા રહેશે.
- 16 માર્ચે સંસ્કૃત, પારસી અને અરબી વિષયોની પરીક્ષા સાથે પરીક્ષાનો અંત આવશે.
ટાઈમ ટેબલ PDF કેવી રીતે ડાઉનલોડ કરશો?
વિદ્યાર્થીઓ ટાઈમ ટેબલની PDF ફાઈલ માટે ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org અથવા gsebeservice.com પર જઈ શકે છે. હોમપેજ પર Latest Notifications વિભાગમાં જઈને ધોરણ 12 સામાન્ય પ્રવાહ ટાઈમ ટેબલ 2026ની લિંક પર ક્લિક કરતાં જ PDF ખુલશે, જેને ડાઉનલોડ કરીને મોબાઈલ કે પ્રિન્ટ સ્વરૂપે સાચવી શકાય છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ બોર્ડ માટે ઉપયોગી વેબસાઈટ
અહીં નીચે બટન પર ક્લિક કરી ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે ઉપયોગી વેબસાઈટ ની મુલાકાત લઇ શકશો.
- GSEB : www.gseb.org
- RESULT : https://result.gseb.org
- SEB Exam : www.sebexam.org
- સરળગુજરાતી : https://gujaratsquare.in/












