અમદાવાદમાં સસ્તા ઘરનું સપનું થશે સાકાર, માત્ર ₹3.30 લાખમાં મળશે 1 BHK ફ્લેટ

pradhan mantri awas yojana ahmedabad online form 2026

અમદાવાદ શહેરમાં ઓછી આવક ધરાવતા પરિવારો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે પોતાનું ઘર ખરીદવાનું સપનું ઘણા લોકો માટે હકીકત બની શકે છે. Ahmedabad Municipal Corporation દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ શહેરમાં હજારો સસ્તા મકાનો બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ pradhan mantri awas yojana ahmedabad online form 2026

માહિતી અનુસાર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 7825 જેટલા 1 BHK ફ્લેટ તૈયાર કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ફ્લેટ માત્ર અંદાજે ₹3.30 લાખમાં આપવામાં આવશે, જેથી આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ઘર મેળવવું સરળ બનશે.

અમદાવાદના આ વિસ્તારોમાં બનશે નવા મકાનો

આ યોજના હેઠળ શહેરના કેટલાક ઝડપથી વિકસતા વિસ્તારો પસંદ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે:

  • નિકોલ
  • બોપલ
  • મોટેરા
  • મકરબા

વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરના વિસ્તરણ સાથે આ વિસ્તારોમાં રહેણાંક સુવિધાઓ પણ વધતી જઈ રહી છે

લેપટોપ સહાય યોજના 2026 ફોર્મ

પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ ફ્લેટમાં મળશે આ સુવિધાઓ

આ 1 BHK મકાનોમાં સામાન્ય પરિવારને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફ્લેટમાં:

  • ડ્રોઈંગ રૂમ
  • એક બેડરૂમ
  • રસોડું
  • કોમન ટોયલેટ

સાથે દરેક બ્લોકમાં લિફ્ટની વ્યવસ્થા પણ રહેશે.

તે ઉપરાંત રહેવાસીઓ માટે ગ્રીન એરિયા, બાળકો માટે ગાર્ડન, આંગણવાડી, પાર્કિંગ અને ફાયર સેફ્ટી જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2026 કેટલા વિસ્તારનું હશે મકાન?

ફ્લેટનો કાર્પેટ એરિયા અંદાજે 28 ચોરસ મીટર રહેશે, જ્યારે બિલ્ટઅપ એરિયા 33 થી 35 ચોરસ મીટર સુધીનો રહેશે. નાના પરિવાર માટે આ મકાનો અનુકૂળ ગણાઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2026 કોણ મેળવી શકશે આ લાભ?

જે પરિવારોની સંયુક્ત વાર્ષિક આવક ₹3 લાખ સુધી હશે તેઓ આ યોજનામાં અરજી કરી શકશે. ખાસ કરીને EWS કેટેગરીના લોકો માટે આ યોજના મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2026 ઓનલાઈન અરજી કરવી પડશે

યોજનાનો લાભ લેવા ઇચ્છતા અરજદારોને ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી માટે AMC દ્વારા સત્તાવાર પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે.

AMC Housing Portal

અરજી સાથે જરૂરી દસ્તાવેજો અને સોગંદનામું પણ જમા કરાવવાનું રહેશે.

Join WhatsApp

Join Now

Leave a Comment