અમદાવાદ-ભાવનગર મુસાફરો માટે ખુશખબર! હવે Volvo બસમાં સફર બનશે વધુ ઝડપી અને સસ્તી

GSRTC launches Ahmedabad Dholera ST Volvo

ગુજરાતમાં એક્સપ્રેસવે નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે અને હવે તેનો સીધો ફાયદો મુસાફરોને મળવા લાગ્યો છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે શરૂ થયા બાદ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગે પણ મહત્વનો નિર્ણય લીધો છે, જેના કારણે અમદાવાદથી ભાવનગર જતાં હજારો મુસાફરોને સમય અને ભાડા બંનેમાં રાહત મળશે. GSRTC launches Ahmedabad Dholera ST Volvo

હવે તમામ Volvo બસ ધોલેરા એક્સપ્રેસવે પરથી દોડશે

અગાઉ અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી ST Volvo બસો બાવળા, ધોળકા અને ધંધુકા થઈને પસાર થતી હતી. દરરોજ આશરે 12 રાઉન્ડ ટ્રિપ આ રૂટ પર ચાલતી હતી.

પરંતુ હવે તમામ Volvo બસોને નવા Ahmedabad-Dholera Expressway રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. આ બદલાવના કારણે મુસાફરી વધુ સ્મૂથ અને ઝડપી બનશે.

મુસાફરોને ભાડામાં સીધો ફાયદો

નવા રૂટના કારણે અંતર ઓછું થતા ST વિભાગે ટિકિટના ભાડામાં પણ ઘટાડો કર્યો છે.

અમદાવાદ-સુરત Volvo ભાડું

  • પહેલા ભાડું : ₹748
  • નવું ભાડું : ₹687
  • બચત ; 61

માત્ર ભાડામાં જ નહીં પરંતુ મુસાફરીનો સમય પણ હવે પહેલા કરતા ઓછો લાગશે, જેના કારણે રોજિંદા મુસાફરો અને બિઝનેસ ટ્રાવેલર્સને મોટી રાહત મળશે.

અમદાવાદ-સુરત રૂટ પર પણ મોટી રાહત

બીજી તરફ Delhi-Mumbai Expressway પર પણ નવી Volvo બસ સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી સુરત વચ્ચે મુસાફરી કરનાર લોકો માટે પણ આ સારા સમાચાર છે.

અમદાવાદ-ભાવનગર Volvo ભાડું

  • પહેલા ભાડું : ₹351
  • નવું ભાડું : ₹337
  • બચત : ₹14

અમદાવાદ-ધોલેરા અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે જેવા પ્રોજેક્ટ હવે માત્ર રોડ સુધી મર્યાદિત નથી રહ્યા, પરંતુ તે લોકોની રોજિંદી મુસાફરીને પણ સરળ બનાવી રહ્યા છે. આગામી સમયમાં વધુ રૂટ પર પણ આવી ઝડપી Volvo સેવાઓ શરૂ થવાની શક્યતા છે.

Join WhatsApp

Join Now

Leave a Comment