આસામ: વાયુસેનાના વિમાન દુર્ઘટનામાં પાંચ સૈનિકો શહીદ થયા.

અસમના જોરહાટ એર ફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાના AN-32 માલવાહક વિમાનને થયેલી દુર્ઘટનામાં પાંચ બહાદુર જવાનોએ દેશસેવામાં સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. લેન્ડિંગ દરમિયાન થયેલા આ અકસ્માતથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ થયો છે. IAF Aircraft Crashes in Assam

લેન્ડિંગ સમયે બન્યો ગંભીર અકસ્માત

મળતી માહિતી મુજબ AN-32 કાર્ગો વિમાન પુરવઠા સામગ્રી લઈને જોરહાટ એરબેઝ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તે દરમિયાન લેન્ડિંગ બાદ અચાનક વિમાનમાં આગ લાગી ગઈ હતી. થોડા જ સમયમાં વિમાનમાંથી ઘાટો ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેના કારણે એરબેઝ પર દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી.

પાંચ જવાનોએ દેશ માટે આપ્યું બલિદાન

ભારતીય વાયુસેનાએ અકસ્માતમાં શહીદ થયેલા જવાનોના નામ જાહેર કર્યા છે:

  • સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ
  • ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર
  • સારજન્ટ જિતેન્દ્ર શર્મા
  • અગ્નિવીર વાયુ ખેમારામ કુમાવત
  • અગ્નિવીર વાયુ દાનિશ આલમ

વાયુસેનાએ તમામ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

અકસ્માતના કારણોની થશે તપાસ

ભારતીય વાયુસેનાએ આ દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે “કોર્ટ ઓફ ઇન્ક્વાયરી”ના આદેશ આપ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ અકસ્માતનું સાચું કારણ સામે આવશે.

વાયુસેનાએ જણાવ્યું કે ઘટનાની દરેક દિશામાંથી તપાસ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.

AN-32 વિમાનનું મહત્વ

AN-32 વિમાન સોવિયત યુગમાં બનાવવામાં આવ્યું હતું અને છેલ્લા ઘણા દાયકાઓથી ભારતીય વાયુસેનાનો મહત્વનો ભાગ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર-પૂર્વ ભારત અને પહાડી વિસ્તારોમાં જવાનો તથા જરૂરી સામગ્રી પહોંચાડવામાં આ વિમાનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment