પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આજે વહેલી સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાવાગઢના પાટિયા પુલ નજીક ભારે વરસાદ દરમિયાન ડુંગર પરથી મોટા પથ્થરો ગબડી પડતાં અનેક યાત્રિકો તેની ઝપેટમાં આવી ગયા હતા. Pavagadh stone collapse news
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં 2 યાત્રિકોના મોત થયા છે, જ્યારે 3થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Pavagadh News
અહેવાલો મુજબ, સતત વરસી રહેલા ભારે વરસાદ અને ડુંગર પરથી વહેતા પાણીના જોરદાર પ્રવાહને કારણે પથ્થરો ધરાશાયી થયા હતા. ગગડીને આવેલા પથ્થરો સીધા પગથિયાં ઉપર પડતાં યાત્રિકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ રોપ-વે ટીમ, સ્થાનિક તંત્ર અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલ પણ પથ્થરો નીચે દબાયેલા લોકોની શોધખોળ અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
પાવાગઢ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. વરસાદી માહોલ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનાએ યાત્રાધામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.













