ભારતમાં લોન્ચ થઇ MG Astor SUV , Creta, Seltos અને Vitara પતો કાપશે,જાણો કિંમત બજારમાં SUV સેગમેન્ટમાં હ્યુન્ડાઇ ક્રેટા, કિયા સેલ્ટોસ અને મારુતિ ગ્રાન્ડ વિટારા સૌથી લોકપ્રિય વાહનો છે, પરંતુ MG મોટરે તેમની સાથે સ્પર્ધા કરવા માટે એસ્ટર 2025 લોન્ચ કરી છે. તેના ફીચર્સ, ડિઝાઇન અને એન્જિનમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
MG Astor SUV કયા કયા ફેરફાર થયા
હવે બધા એસ્ટર મોડેલોમાં આઇવરી ઇન્ટિરિયર થીમ જોવા મળશે. ફક્ત ટોપ-સ્પેસિફિકેશન સેવી પ્રોને જ સાંગ્રિયા ટ્રીમનો વિકલ્પ મળશે. ઇન્ટિરિયરની વાત કરીએ તો, તેમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી, આઇ-સ્માર્ટ 2.9 એડવાન્સ્ડ UI અને ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટો હશે.
MG Astor SUV આ સુવિધાઓ
ફીચર્સ વિશે વાત કરીએ તો, MG Astor માં 10.1-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ફુલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 6-સ્પીકર ઓડિયો સિસ્ટમ, 80 થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સ, ઓટો ડિમિંગ IRVM અને Jio ની વોઇસ રેકગ્નિશન સિસ્ટમ જેવી સુવિધાઓ છે. સેફટી માટે એસ્ટરમાં ૧૪ લેવલ-૨ ૧૪ એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) સુવિધાઓ આપવામાં આવી છે.
નવું ફીચર ,હવે whatsapp સ્ટેટસ માં પણ instagram ની જેમ ગીત ગોઠવી શકશો, જાણો કેવી રીતે
એન્જિનમાં મોટો ફેરફાર
નવી એસ્ટરમાં સૌથી મોટો ફેરફાર એન્જિનમાં જોવા મળશે. MG મોટરે લાઇનઅપમાંથી 1.3-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન દૂર કર્યું છે. એસ્ટર હવે 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે ઉપલબ્ધ છે જે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અથવા 8-સ્પીડ CVT ઓટોમેટિક યુનિટ સાથે જોડી શકાય છે. આ એન્જિન 109 bhp પાવર અને 144 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે.